Thu Oct 01 2026

Logo

સુરત રેલવે સ્ટેશન પુનર્વિકાસ કાર્ય: પશ્ચિમ રેલવેની આ ટ્રેનોના રૂટમાં કરાયો ફેરફાર, મુસાફરો નોંધ લે

2026-06-11 20:18:28
Author: Mumbai Samachar Team
સુરત રેલવે સ્ટેશન પુનર્વિકાસ કાર્ય: પશ્ચિમ રેલવેની આ ટ્રેનોના રૂટમાં કરાયો ફેરફાર, મુસાફરો નોંધ લે

સુરત: પશ્ચિમ રેલવેના સુરત રેલવે સ્ટેશન પર પુનર્વિકાસ કાર્યને કારણે અમુક લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર થશે. ખાસ કરીને સુરત સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્ય અને રૂફ લોન્ચિંગના કારણે પશ્ચિમ રેલવેની બાંદ્રા-સુરત અને સુરત-અમરાવતી એક્સપ્રેસ ટ્રેનોને આંશિક રીતે બંધ કરી ઉધના સ્ટેશન સુધી ડાયવર્ટ કરાઈ છે.

શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ થનાર ટ્રેનની યાદી 

17 જૂન સુધી બાંદ્રા ટર્મિનસ-સુરત (ટ્રેન નં 12935) સુપરફાસ્ટ એક્સપ્રેસ ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આ ટ્રેન ઉધના સ્ટેશન અને સુરત સ્ટેશનની વચ્ચે આંશિક રીતે બંધ રહેશે. 

14 જૂને, 2026 સુધી સુરત-અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. 20925) ઉધના સ્ટેશન પરથી  શોર્ટ ઓરીજીનેટ થશે. આ ટ્રેન સુરત અને ઉધના સ્ટેશન વચ્ચે આંશિક રૂપે બંધ રહેશે. 

15 જૂન, 2026 સુધી અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં 20926) ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન ઉધના અને સુરત સ્ટેશન વચ્ચે આંશિક રૂપે બંધ રહેશે.