સુરતઃ દીપકેના વિદેશી કનેક્શન સામે સવાલ કરનારો સુરતનો અમિત તિવારી પોતે 50 લાખના ખંડણી કાંડમાં ખરડાયેલો હોવાનો ખુલાસો થયો છે. ખંડણી કાંડ અંગે તેણે ખુલાસો કર્યો કે, આ કેસ બદલાની ભાવનાથી કરવામાં આવ્યો હતો અને જો તેઓ દોષિત ઠરશે તો સજા ભોગવવા તૈયાર છે.
કોણ છે સુરતનો અમિત તિવારી
સુરતનો અમિત તિવારી હાલમાં GST અને પોલીસ વિભાગના ઈન્ફોર્મર તરીકે સેવા આપી રહ્યા છે. તે વર્ષ 2013 પહેલાં અન્ના હજારેના આંદોલનમાં જોડાયેલો હતો અને બાદમાં AAPમાં સક્રિય હતો. જોકે, અરવિંદ કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઈક પર આપેલા નિવેદનથી નારાજ થઈને તેણે રાજકારણમાંથી અંતર જાળવી લીધું હતું.
દીપકેના વિદેશી કનેકશન સામે શું કર્યા હતા સવાલ
સુરતના અમિત તિવારીએ કોકરોચ જનતા પાર્ટી અભિજીત દીપકેના વિદેશી કનેક્શન અને નાણાકીય વ્યવહારો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતી. તેમણે ચૂંટણી પંચ, GST વિભાગ, મહારાષ્ટ્ર સરકાર અને વિદેશ મંત્રાલયમાં તપાસ માટે રજૂઆત કરી હતી. તેણે કહ્યું કે, સીજેપીને ચૂંટણી પંચ તરફથી કોઈ માન્યતા મળી નથી. આ ઉપરાંત, આતંકવાદી પન્નુએ CJPના કેટલાક સભ્યો સાથે ચર્ચા કરીને 10 લાખ યુએસ ડૉલર આપ્યા હોવાનું નિવેદન આપ્યું હતું, જે અંગે વિદેશ મંત્રાલયમાં યોગ્ય તપાસ માટે ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત તેણે કહ્યું કે, દીપકેના વિદેશ અભ્યાસનો ખર્ચ એક લાખ ડૉલર જેટલો થાય છે. જો તેને મળેલી 36,500 અમેરિકન ડૉલરની સ્કોલરશિપ અને પરિવારે લીધેલી રૂ. 50 લાખની લોન ગણીએ તો પણ આશરે 85 થી 86 લાખ જેટલો થાય તો બાકીના રૂપિયા ક્યાંથી આવ્યા તે સવાલ છે. દીપકેને પિતા MIDCના નિવૃત્ત એન્જિનિયર છે. જો તેમના રૂ. 50 હજારના પેન્શનમાંથી રૂ. 40 થી 45 હજાર લોનનો હપ્તો જતો હોય અને દીપકે અમેરિકામાં 7 મહિનામાં બેરોજગાર હતો તે વિદેશમાં વૈભવી લાઈફસ્ટાઈલ અને હવાઈ મુસાફરીનો ખર્ચ કેવી રીતે શક્ય બન્યો?