Tue Apr 28 2026

Logo

સુરત કોર્પોરેશનમાં ભાજપે 100 બેઠક મળી, આપને ફાળે 3 બેઠક

2026-04-28 16:38:44
Author: Chandrakant Kanoja
Article Image

સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં 15 કોર્પોરેશન પણ યોજાયેલી ચૂંટણીઓના પરિણામ પર આવી રહ્યા છે. સુરત કોર્પોરેશનમાં 28 વોર્ડના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપને 100 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને 1 અને આપના ફાળે ત્રણ બેઠકો છે. જ્યારે ત્રણ વોર્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.

ભાજપે વોર્ડ નંબર 1 થી 20માં સમગ્ર પેનલે  જીત મેળવી 

સુરતમાં ભાજપે વોર્ડ નંબર 1 થી 20માં સમગ્ર પેનલે  જીત મેળવી છે. જ્યારે 20 અને 22 નંબરના વોર્ડના પેનલ તૂટી છે. જ્યારે વોર્ડ નંબર 23 થી 28 માં ભાજપની સમગ્ર પેનલ જીતી છે. આમ સુરત કોર્પોરેશનમાં ભાજપે તેનો દબદબો જાળવી રાખ્યો છે. 

સુરતમાં 30 વોર્ડમાં 120 બેઠકો 

સુરતમાં  30 વોર્ડમાં  120 બેઠકો છે. જેમાં આ વખતે  ભાજપે બધી 120  બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, કોંગ્રેસ અને આપ દ્વારા અનુક્રમે 117  અને 111  ઉમેદવારોને નામાંકિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 483  ઉમેદવારો મેદાનમાં હતા. 

25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિવારે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84  નગરપાલિકાઓ, 34  જિલ્લા પંચાયતો અને 260  તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરમાં આશરે 10,000  બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમજ  25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો છે.