Sat Aug 29 2026

Logo

ખાંડમાં રૂ. આઠથી 30ની આગેકૂચ

2026-08-12 19:49:52
Author: Ramesh Gohil
ખાંડમાં રૂ. આઠથી 30ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ
મહારાષ્ટ્ર તેમ જ ઉત્તર પ્રદેની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોનાં ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આજે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 30નો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. 
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પરના પ્રોત્સાહક અહેવાલ સાથે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠના સુધારા સાથે રૂ. 4810થી 4852માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 30ના સુધારા સાથે રૂ. 4892થી 4962માં થયાના અહેવાલ હતા. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4725થી 4775માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4795થી 4875માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.