Mon Oct 05 2026

Logo

હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની 'લાઇફલાઇન' જોખમમાં? જાણો કયા વૈકલ્પિક દરિયાઈ માર્ગો બચાવી શકે

2026-03-13 16:56:16
Author: Mumbai Samachar Team
હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની 'લાઇફલાઇન' જોખમમાં? જાણો કયા વૈકલ્પિક દરિયાઈ માર્ગો બચાવી શકે

નવી દિલ્હીઃ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યા બાદ અને સતત આકાશી હુમલાને કારણે વૈશ્વિક કક્ષાએ ક્રૂડ ઓઈલ માર્કેટમાં તણાવગ્રસ્ત સ્થિતિ ઊભી થઈ છે. હોર્મુઝનો રસ્તો બંધ થતા વૈકલ્પિક માર્ગને લઈને ઈન્ટરનેટ પર અનેક એવી AI જનરેટેડ તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરના સહારે ક્રૂડ ઓઈલના પરિવહન મુદ્દે કોઈ જોખમ લઈ શકાય એમ નથી. ઈરાન-ઈઝરાયલ વચ્ચેની લડાઈથી સમગ્ર દુનિયાના દેશ ઊર્જા સુરક્ષાને લઈ ગંભીર ચિંતામાં છે, પણ વાસ્તવમાં ભારત પાસે શું વિકલ્પ છે એ પણ ચર્ચાનો વિષય છે.

ભારત માટે 'લાઈફલાઈન'

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા ભારતને સીધી અસર પહોંચે એમ છે. માત્ર ભારત જ નહીં એશિયાના ઘણાય એવા દેશ છે જેના જહાંજ હોર્મુઝ ક્રિકમાં અટવાયા છે. એશિયાના અનેક રાષ્ટ્રની ક્રૂડની કટોકટીને લઈ ઊઁઘ છીનવાઈ ગઈ છે. હોર્મુઝ રૂટને દુનિયા માટે ક્રૂડ પરિવહનની ધોરીનસ માનવામાં આવે છે. વૈશ્વિક સમુદ્રમાં અનેક એવા ગુપ્ત અને વૈકલ્પિક માર્ગ છે જે ભારત માટે 'લાઈફલાઈન' બની શકે છે. દરિયામાં હજુ એક જળમાર્ગ છે, જ્યાંથી 20 ટકા ક્રૂડ ઓઈલ દુનિયાભરના રાષ્ટ્ર માટે પ્રાપ્ય બને છે. હોર્મુઝ ક્રિક બંધ થતા ક્રૂડ ઓઈલના ભાવ રાતોરાત વધી ગયા હતા. 

ભારતમાં રસોડા સુધી અસર

હોર્મુઝ બંધ થતા ભારતમાં તેની માઠી અસર જોવા મળી રહી છે. LPG અને રસોઈ ગેસની કટોકટી ઊભી થઈ છે, જે દિવસે દિવસે વકરી રહી છે. ભારત સરકારે ખાતરી આપી છે કે, તેલની સપ્લાય હજુ સુધી સુરક્ષિત છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ છે. હવે યુદ્ધ લાંબા સમય સુધી ચાલું રહ્યું તો ફ્યુલની કિંમત સામાન્ય માણસના ખિસ્સાને ડામ આપી શકે એમ છે. 

ભારત ઘણા દેશમાંથી સુરક્ષિત રીતે ક્રૂડ ઓઈલની આયાત કરી શકે છે, જેમાં પ્રથમ ક્રમે રશિયા આવે છે. રશિયાથી ક્રૂડ આર્કટિક અથવા બાલ્ટિક સમુદ્રના રસ્તેથી ભારતમાં આવે છે. ઈરાક અને સાઉદી અરેબિયામાંથી પણ ભારત ક્રૂડ મંગાવી શકે છે. આ બન્ને દેશ ભારતના વર્ષો જૂના મિત્રો છે. 

ભરોસાપાત્ર રાષ્ટ્ર

ઈરાક અને સાઉદી અરેબિયા બન્ને ક્રૂડ ઉત્પાદક દેશ છે. ક્રૂડની ઘણી રિફાઈનરી પણ ત્યાં છે. હવે આ બન્ને દેશ પાસેથી ક્રૂડ મંગાવવામાં આવે તો ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી થઈ રાતા સમુદ્રના રસ્તેથી ભારત આવી શકે છે. 
આ સિવાય યુએઈ અને કુવૈતમાંથી પણ ભારત ક્રૂડની આયાત કરી શકે છે. હવે ટેરિફના ડખા વચ્ચે અમેરિકાથી તેલ મંગાવવામાં આવે તો ક્રૂડ એટલાન્ટિક મહાસાગરમાંથી આવી શકે છે. નાઈજિરિયા અને અંગોલા જેવા દેશમાંથી ક્રૂડ આવે છે તો ભારત સરળતાથી ખરીદી શકે છે. આફ્રિકન દેશ સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. 

હોર્મુઝ સિવાયનો રૂટ

મલક્કા સ્ટ્રેટ જળમાર્ગ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચે આવેલો છે. આ દુનિયાનો સૌથી વ્યસ્ત જળમાર્ગ છે. ભારત માટે આ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, પૂર્વી એશિયા અને પેસિફિક ક્ષેત્રમાંથી આવતુ ક્રૂડ આ જળમાર્ગેથી થઈને આંદામાન અને ભારતીય બંદરગાહ સુધી પહોંચે છે. 29 ટકા ક્રૂડ દુનિયાભરમાં અહીંથી જ પહોંચે છે. આ સિવાય આફ્રિકી દેશ અને યુરોપિયન દેશમાંથી આવતુ ક્રૂડ બાબ અલ મંડેબના જળમાર્ગેથી ભારત સુધી પહોંચી શકે. જોખમ એ છે કે, અહીંચાંચિયાઓ ક્રૂડ બેરલ પર હુમલો કરી શકે છે.