Sun Jun 28 2026

Logo

રાજામૌલીએ ફિલ્મ 'વારાણસી'ની સ્ટોરી અંગે સ્પષ્ટતા કરી, દર્શકોને હવે ટીઝરનો ઈન્તેઝાર

2026-06-28 19:46:52
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મનિર્માતા એસ.એસ. રાજામૌલી જાણીતા કલાકાર મહેશ  બાબુને સાથે રાખીને 'વારાણસી'નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મના એક પોસ્ટરથી દર્શકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. આ ફિલ્મ અંગે મેકર્સે એક મહત્ત્વની માહિતી શૅર કરી દીધી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે, હાલમાં આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેનું આયોજન ફ્રાંસમાં થયું હતું રાજામૌલી પણ ત્યાં ગયા હતા. આ ફેસ્ટિવલમાં એની ફિલ્મ 'RRR' અને 'ઈગા' જોવા મળી હતી. આ સમયે એક માસ્ટરક્લાસ લેતા તેણે પોતાની આવનારી ફિલ્મ 'વારાણસી' ની જાહેરાત કરી હતી. 

શું હશે આ ફિલ્મમાં
એ સમયે પણ તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, આ ફિલ્મ કોઈ ફ્રેન્ચાઈઝીનો ભાગ નહીં હોય. વાર્તાથી લઈને પ્લોટ સુધી બધુ જ અલગ રહેશે. આ એક સ્ટેન્ડ અલોન ફિલ્મ છે. આ ફિલ્મથી એકલાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા કમબેક કરી  રહી છે. ફિલ્મ અંગે તેમણે એ વાત કહી હતી કે, આ ફિલ્મમાં તમે એન્ટાર્કટિકાની ઠંડી મહેસૂસ કરશો, રામાયણના દેવતા, પ્રાકૃતિક આફત અને કોઈ શાનદાર તત્વોનો અનુભવ થશે. એક પિતા અને પુત્રની લાગણીને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ કોઈ સિરિઝ કે ફ્રેન્ચાઈઝી નથી. આ એક ફિલ્મ છે જેમાં એક વાર્તા છે. વાર્તામાં એક પિતા છે અને પુત્ર છે. આ ફિલ્મ વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. મહેશ બાબુ, પૃથ્વીરાજ અને પ્રિયંકા ચોપરા લીડ રોલ પ્લે કરી રહ્યા છે. માઈથોલોજી અને ભારતીય લોકકથાના એક ટાઈમટ્રાવેલમાં ક્નેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મના દરેક સીન અને વાર્તા માટે ખાસ તૈયારીઓ બાદ ફિલ્મનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. 

પ્રિયંકા ચોપરાનું કમબેક
આ ફિલ્મમાં મહેશ બાબુ રામની ભૂમિકા અદા કરી રહ્યા છે. સમગ્ર સિક્વન્સ રામાણય પર આધારિત છે. આ ફિલ્મના કેટલાક એક્શન સીન પૂરા થઈ ગયા છે. એક્શન સીન અગાઉથી રેકોર્ડ કરી લેવામાં આવ્યા હતા. આશા છે કે, ઑક્ટોબર મહિના સુધીમાં ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઈ જશે.દર્શકો આ ફિલ્મનું ટીઝર જોવા માટે આતુર છે. ઘણા દર્શકો ફિલ્મનું ટ્રેલર આવે એની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં થિએટર્સમાં આવી રહી છે. આ ફિલ્મમાં મહેશ બાબુનો એક અલગ અવતાર જોવા મળશે. અત્યાર સુધીની ફિલ્મ કરતા આ ફિલ્મમાં મહેશ બાબુ એક અલગ ઝોનમાં જોવા મળશે. ફિલ્મ માટે મહેશ બાબુએ સારી એવી મહેનત કરી છે. આથી આ ફિલ્મમાં એની મહેનત દેખાશે. બીજી તરફ પ્રિયંકા ચોપરાનો પણ રોલ આ ફિલ્મમાં મોટો છે. એક લાંબા સમયના બ્રેક પછી પ્રિયંકા બિગ સ્ક્રિન પર કમબેક કરી રહી છે. જોવાનું એ રહે છે કે, ફિલ્મનું ટીઝર ક્યારે આવે છે અને ટ્રેલર દર્શકોને પસંદ આવે છે નહીં.