Wed Aug 19 2026

Logo

Spider-Manએ તોડી નાખ્યો સૌથી મોટો રેકોર્ડ! ભારતમાં ₹ 500 કરોડ પાર કરનારી પહેલી હોલીવુડની ફિલ્મ બની

2026-08-12 21:36:59
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'સ્પાઈડર મેનઃ બ્રાંડ ન્યૂ ડે' ફિલ્મે કમાણીના મામલે નવો રેકોર્ડ બનાવી દીધો છે. ફેન્સ આ ફિલ્મને ખૂબ સારી રીતે પસંદ કરી રહ્યા છે. ફિલ્મની અસર ફેન્સ પર એટલી રહી છે કે, હવે ફેન્સ સોશિયલ મીડિયા પર એની થીમને ફોલો કરી રહ્યા છે. એ થીમ સાથે પોતાના કસ્ટમાઈઝ ફોટો અને મેસેજ પોસ્ટ કરી રહ્યા છે. આ ફિલ્મે ₹500 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. આ ફિલ્મે ભારતમાં ₹60.60 કરોડનું ઓપનિંગ ડે ક્લેક્શન કર્યું હતું. એક સાથે 17000 સ્ક્રિન મળતા ફિલ્મને સારો એવો ફાયદો થયો છે. 

નાના શહેર પર ચાલ્યો જાદુ
માત્ર મહાનગર જ નહીં, નાના નગરોમાં પણ ફિલ્મે જાદુ કર્યો છે. નાના શહેરના થિયેટર્સમાં આ ફિલ્મ સતત અઠવાડિયા સુધી ટકી રહી હતી. શૉ હાઉસફૂલ રહ્યા અને હજુ પણ ફેન્સ બીજીવાર જોવા માટે પસંદ કરે છે.72 ટકા ફિલ્મને ડાયરેક્ટ ઓક્યુપેન્સી મળી રહેતા ફિલ્મની કમાણી પર આની સીધી અસર થઈ છે. બીજા દિવસ ફિલ્મે ₹49.35 કરોડનો વકરો કર્યો હતો. આ ક્લેક્શન હોલિવૂડની ફિલ્મ માટે ભારતમાંથી મોટું ગણવામાં આવે છે. ત્રીજા દિવસે કમાણી ₹70 કરોડને પાર કરી ગઈ હતી.નવમા દિવસે, ફિલ્મે ₹15 કરોડની કમાણી કરી. 10મા દિવસે, ₹31 કરોડની કમાણી કરી. 11મા દિવસે તેણે ₹34.70 કરોડ અને 12મા દિવસે ₹7.60 કરોડની કમાણી કરી. ફિલ્મે ₹505.93 કરોડનું ગ્રોસ ક્લેક્શન કર્યું છે. જ્યારે તેની ડાયરેક્ટ ક્લેક્શન ₹423.05 કરોડ છે.

ચીનમાંથી પણ બેસ્ટ રીસપોન્સ
આ ફિલ્મનું દિગ્દર્શન ડેસ્ટિન ડેનિયલ ક્રેટન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ટોમ હોલેન્ડ, સેડી સિંક અને ઝેન્ડાયા જેવા સ્ટાર્સ છે. તેને ખૂબ જ સારી પ્રતિક્રિયા મળી રહી છે અને હવે તે બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે, દરેક પસાર થતા દિવસ સાથે કમાણીમાં વધારો થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ફિલ્મ કેવી રહેશે તે જોવાનું બાકી છે. આ ફિલ્મ ચીનની બોક્સ ઓફિસ પર પણ મોટા પાયે કમાણી કરી રહી છે. $200 મિલિયનના આંકની નજીક છે, જે પહેલાથી જ $186.6 મિલિયનની કમાણી કરી ચૂકી છે. તે ટૂંક સમયમાં 'ગોડઝિલા વર્સિસ કોંગ' દ્વારા સ્થાપિત રેકોર્ડ તોડવા માટે તૈયાર છે, જે ચીનમાં $88.7 મિલિયનની કમાણી કરી ગઈ હતી.

હોલિવૂડની ફિલ્મ 500 કરોડને પાર
'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' એ કોવિડ પછીના યુગમાં ચાઇનીઝ બોક્સ ઓફિસ પર ટોચની 5 સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. 'ઝૂટોપિયા' $657.8 મિલિયનની કમાણી કરીને પ્રથમ સ્થાન ધરાવે છે. 'અવતાર: ધ વે ઓફ વોટર' $246 મિલિયનની કમાણી સાથે બીજા ક્રમે છે. 'F9' ત્રીજા સ્થાને છે, જેણે $215.3 મિલિયનની કમાણી કરી છે. 'ગોડઝિલા વર્સિસ કોંગ' ચોથા સ્થાને છે, જ્યારે 'સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' પાંચમા સ્થાને છે. આ સાથે, તે ભારતમાં ₹500 કરોડની કમાણી કરનારી પ્રથમ હોલીવુડ ફિલ્મ બની ગઈ છે. તે સ્પાઇડર-મેન ફ્રેન્ચાઇઝની સૌથી સફળ ફિલ્મ પણ બની ગઈ છે.