Mon Oct 05 2026

Logo

સાઉથ આફ્રિકાએ ન્યૂ ઝીલૅન્ડને હરાવ્યુંઃ સુપર-એઇટમાં લગભગ પહોંચી ગયું...

2026-02-14 22:47:00
Author: Ajay Motiwala
સાઉથ આફ્રિકાએ ન્યૂ ઝીલૅન્ડને હરાવ્યુંઃ સુપર-એઇટમાં લગભગ પહોંચી ગયું...

PTI


અમદાવાદઃ ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-ડીમાં સાઉથ આફ્રિકાએ ન્યૂ ઝીલૅન્ડ (new Zealand)ને સાત વિકેટે હરાવીને આઠ દેશ વચ્ચેના સુપર-એઇટ રાઉન્ડમાં એન્ટ્રી લગભગ પાક્કી કરી લીધી હતી. માર્કો યેનસેને (4-0-40-0) મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો.

એઇડન માર્કરમ (Markram)ની ટીમે 176 રનનો લક્ષ્યાંક 17.1 ઓવરમાં 3/178ના સ્કોર સાથે મેળવી લીધો હતો. માર્કરમ (86 અણનમ, 44 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) આખી મૅચનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન હતો. તેના ચાર સાથી બૅટ્સમેનોએ 20 કે 20-પ્લસ રન કર્યા હતા અને કૅપ્ટન માર્કરમને વારાફરતી સાથ આપીને નાની-મોટી ભાગીદારીથી વિજયને નિર્ણાયક સ્વરૂપ આપ્યું હતું.

PTI

ન્યૂ ઝીલૅન્ડના છ બોલરમાં લૉકી ફર્ગ્યુસન, જેમ્સ નીશૅમ અને રચિન રવીન્દ્રને એક-એક વિકેટ મળી હતી. મૅટ હેન્રી, જેકબ ડફી અને કૅપ્ટન મિચલ સૅન્ટનર વિકેટ નહોતા લઈ શક્યા.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડને યૅનસેન ઉપરાંત બીજા પાંચ સાઉથ આફ્રિકન બોલરે મર્યાદિત રહેવાની ફરજ પાડી હતી અને તેમને 200 રનના આંકડાની નજીક પણ નહોતા પહોંચવા દીધા. માર્ક ચૅપમૅનના 48 રન કિવીઓની ટીમમાં હાઇએસ્ટ હતા.