Wed Jul 08 2026

Logo

સૌરવ ગાંગુલીના જન્મદિવસે બાયોપિકનો ધમાકેદાર ફર્સ્ટ લૂક આઉટ, તમે જોયો કે નહીં?

2026-07-08 16:37:06
Author: Darshana Visaria
Article Image

Rajkummar Rao's first look Sourav Ganguly "DADA"


ભારતીય ક્રિકેટ ટીમના સફળ પૂર્વ કેપ્ટન અને 'દાદા' તરીકે જાણીતા સૌરવ ગાંગુલી આજે આઠમી જુલાઈના રોજ પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના ખાસ અવસરે તેમના ચાહકોને એક ડબલ ધમાકા જેવી ભેટ મળી છે. મળતી માહિતી અનુસાર સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત બાયોપિક 'દાદા - ધ સૌરવ ગાંગુલી સ્ટોરી'નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં રાજકુમાર રાવ એકદમ સૌરવ ગાંગુલીના અંદાજમાં જોવા મળે છે. પોસ્ટરમાં તે વર્ષ 2002ની ઐતિહાસિક 'નેટવેસ્ટ ટ્રોફી' જીત્યા બાદ લોર્ડ્સના મેદાનની બાલ્કનીમાં પોતાની ટી-શર્ટ ઉતારીને લહેરાવતા નજરે પડે છે. આ દ્રશ્ય એ સમયની યાદ અપાવે છે જ્યારે સૌરવ ગાંગુલીએ ઈંગ્લેન્ડના ખેલાડી એન્ડ્રયુ ફ્લિન્ટોફને તે જ અંદાજમાં કરારો જવાબ આપ્યો હતો.

રાજકુમાર રાવે ઓફિશયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'દાદાઃ ધ સૌરવ ગાંગુલી સ્ટોરી'નું પોસ્ટર શેર કરીને દાદાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પોસ્ટરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ 14મી મે, 2027ના રોજ થિયેટરમાં રીલિઝ થવા જઈ રહી. લાંબા સમયથી ચાલી રહેલી આ ફિલ્મના શૂટિંગના સમાચાર વચ્ચે હવે રિલીઝ ડેટ ફાઈનલ થતા ફેન્સમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોતાની શાનદાર અભિનય ક્ષમતા માટે જાણીતા રાજકુમાર રાવે આ રોલ માટે બોડી લેંગ્વેજ અને લુક પર ઘણી મહેનત કરી છે. જોકે, સોશિયલ મીડિયા પર આ ફર્સ્ટ લૂકને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જ્યાં ઘણા ચાહકો રાજકુમાર રાવના લૂકના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સે પોસ્ટરની ડિઝાઈન અને તેના દેખાવને લઈને ટ્રોલ પણ કર્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ એઆઈ જનરેટેડ પોસ્ટર અત્યાર શું કામ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. 

સૌરવ ગાંગુલીના બાળપણથી લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવા સુધીના સંઘર્ષ અને વિજયની ગાથા હવે ચાહકો મોટા પડદે જોઈ શકશે. આ બાયોપિક ક્રિકેટ પ્રેમીઓ માટે ચોક્કસથી એક મોટી ભેટ સાબિત થશે.