Sat Sep 05 2026

Logo

બિગ બોસ ફેમ સોનિયા બંસલે કાન્સની ક્લોઝિંગ સેરેમનીમાં હટકે લુકથી જીત્યા ફેન્સના દિલ

Cannes   2026-05-24 16:13:00
Author: Mumbai Samachar Team
બિગ બોસ ફેમ સોનિયા બંસલે કાન્સની ક્લોઝિંગ સેરેમનીમાં હટકે લુકથી જીત્યા ફેન્સના દિલ

કાન્સ: બિગબોસ સીઝન 17થી પ્રખ્યાત અભિનેત્રી સોનિયા બંસલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની હતી. અભિનેત્રી કાન્સમાં પરંપરાગત અને મોડર્ન એવા બંને પરિવેશમાં જોવા મળી હતી, જેની સૌએ નોંધ લીધી હતી અને વખાણ પણ કર્યાં હતા.

ગઈકાલ 23મી મેના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરના મોટા દિગ્ગજ સ્ટાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતિમ દિવસે ક્લોઝિંગ સેરેમનીમાં અભિનેત્રી સોનિયા બંસલે રેડ કાર્પેટ પર પરંપરાગત ગુલાબી સાડીમાં પોતાની સુંદરતાનું પ્રદર્શન કર્યું હતું.
 
સોનિયાના નવા અંદાજના લીધે તે ચર્ચાનું કેન્દ્ર બની  હતી. તેને મોડર્ન અંદાજમાં ચમકતું સિલ્વર ગાઉન પહેર્યું હતું. જેના પર કાચની કારીગરીનું જડતર થયેલું હતું.

સોનિયાનો નવો અવતાર કેમ ચર્ચામાં?
સોનિયા બંસલનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડકાર્પેટ પર આ પ્રથમ દેખાવ છે, પણ છતાં તે પોતાના ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી. સોનિયાનો પારંપરિક સાડીનો દેખાવ શ્રીકૃષ્ણને સમર્પિત હતો, જેમાં તેણે મોરપંખ માથા પર સજાવ્યું પણ હતું.

સોનિયા બંસલની કારકિર્દી 
સોનિયા બંસલે હિન્દી તેમ જ તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને મોડલિંગથી કારકિર્દી શરુ કરી હતી. 100 કરોડ 'નોટીંગેંગ' અને 'ડૂબકી' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. વધુમાં તેણે ઓટીટી પર પણ કામ કર્યું છે,પણ તે 'બિગ-બોસ'થી વધુ ચર્ચામાં આવી હતી.