અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારને ત્યાં કોઈ ઈવેન્ટ હોય અને એમાં અંબાણી પરિવારના કોઈ સભ્યના આઉટફિટ કે લૂકની ચર્ચા ના થાય તો જ નવાઈ. હાલમાં જ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતાના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. ફોટો અને વીડિયોમાં શ્લોકાનો અદ્ભૂત લૂક જોવા મળી રહ્યો છે. શ્લોકાએ આ ઈવેન્ટ માટે ટ્રેડિશનલ આઉટફિટ્સને બદલે વેસ્ટર્ન લૂક કેરી કર્યો હતો. ચાલો જોઈએ શ્લોકાના આ લૂકમાં બીજું શું ખાસ હતું એ...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં લૂકમાં શ્લોકાએ ગોલ્ડન શિમરી ગાઉન પહેર્યો હતો. શ્લોકાના આ ગાઉનમાં શિમરી અને સ્પાર્કલિંગ વર્ક કરવામાં આવ્યું હતું, જે લાઈટિંગમાં તેને વધુ આકર્ષક બનાવી રહ્યું હતું. ગાઉનની ફિટિંગ શ્લોકાની પર્સનાલિટીને એક અલગ જ નિખાર આપી રહ્યા હતા. શ્લોકાએ પોતાના આ લૂકને વધુ ક્લાસી બનાવવા માટે શ્લોકાએ હેવી ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા હતા. હીરાના આ આભૂષણો તેના રોયલ લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
શ્લોકાએ પોતાના આઉટફિટ સાથે ન્યૂડ મેકઅપ સાથે હળવી લિપસ્ટિક અને વાળમાં સિમ્પલ છતાં સ્ટાઇલિશ હેરસ્ટાઈલ સાથે કમ્પલિટ કર્યા હતા. ટૂંકમાં કહેવાનું થાય તો શ્લોકાના આ લૂક એકદમ સોફિસ્ટિકેટેડ લાગી રહ્યો હતો અને તે એકદમ કોઈ અપ્સરા જેવી લાગી રહી હતી. તમે પણ શ્લોકા મહેતાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
સોશિયલ મીડિયા પર શ્લોકા મહેતાનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. શ્લોકા અંબાણીના આ ફોટો જોઈને નેટિઝન્સ તેને ક્લાસી અને એલિગન્ટ કહી રહ્યા છે. સામાન્ય રીતે સાદગીમાં માનતી શ્લોકાનો આ ગ્લેમરસ અવતાર જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત થયા છે.
અંબાણી પરિવાર અને નીતા અંબાણીની મોટી વહુ હોવાને નાતે શ્લોકા હંમેશા તેની સ્ટાઇલ અને ગ્રેસ માટે જાણીતી છે, અને આ લૂકે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ફેશનના મામલામાં તેનો કોઈ જવાબ નથી. હાલમાં જ થોડા પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટનો પણ વીડિયો અને ફોટો વાઈરલ થયા હતા, જેમાં તેનો અંદાજ પણ એકદમ લાજવાબ હતો.