Tue Jun 02 2026

Logo

શિલ્પા શિંદેએ કર્યો મોટો ધડાકો: પ્રોડ્યુસર પર લગાવેલા જાતીય સતામણીના આરોપો ખોટા હતા, જાણો બીજું શું કહ્યું?

2026-06-02 19:51:07
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટીવીની જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદેએ શૉના પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ વાત તેમણે ખુદ ભારતીસિંહના શૉ પર કરી હતી. 'ભાભીજી ઘર પર હૈ' ફેમ શિલ્પા શિંદેએ આ ધારાવાહિકમાં અંગુરીભાભીનું પાત્ર પ્લે કર્યું હતું. આ પાત્ર ઘણું ફેમશ પણ થયું હતું.આ રોલથી તે ઘર-ઘરમાં જાણીતી થઈ ગઈ હતી. શૉના પ્રોડ્યુસર સાથે વિવાદ થયો એ સમયે મામલો જાહેર થયો હતો. આ વિવાદના પછી શિલ્પાએ શૉને અલવિદા કહી દીધું હતું. 

કોન્ટ્રાક્ટમાં એવું શું હતુ?

એ સમયે શિલ્પાએ શૉના પ્રોડ્યુસર પર જાતીય સતામણી (સેક્સ્યુઅલ હેરસમેન્ટ)નો ખોટો આરોપ લગાવ્યો હતો. શિલ્પાએ કોન્ટ્રાક્ટ અંગે કહ્યું હતું કે, મને એક કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેથી કરીને હું એમના કોઈ રીતે હાથમાં આવું નહીં અને ફી વધારૂં નહીં. મારા માટે આ કોઈ પહેલો શૉ ન હતો અને હું આવું બિલકુલ નહીં કરૂ. બસ આટલી જ વાત હતી. 

કોન્ટ્રાક્ટમાં એવું હતું કે, તમે બીજે ક્યાંય કામ નહીં કરી શકે, એ સમયે મેં એવું કહ્યું હતું કે, મારાથી એ નહીં થાય, ટાઈમ જ ક્યાં મળે. પણ એ સમયે મને કંટ્રોલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આગળ વાત કરતા તેમણે કહ્યું હતું કે, એ સમયે મને ડરાવવા માટે ન્યૂઝમાં વાવડ ફેલાવવામાં આવ્યા હતા કે, મને રજા આપી દેવામાં આવી છે. આ વાત મને ખોટી લાગી. મેં કહ્યું હતું કે, હું કોઈ એક્સક્લુસિવ કોન્ટ્રાક્ટ સાઈન નહીં કરૂ.

સાચું બોલવાથી ડર નથી લાગતો

એ પછી તેને કહ્યું હતું કે તો શૉ છોડી દો. મેં કહ્યં ઓકે, એ પછી તેણે એવું કહ્યું કે, હું તને બીજે ક્યાંક પણ કામ કરવા નહીં દઉઁ. તમે ઘરે બેસો. પછી મેં કહ્યું કે, હું આવું નહીં કરૂ,આ પ્રકારના મોટા પ્રોડ્યુસર્સને હું વ્હાઈટ કૉલર માફિયા કહું છું. એ સમયે મને 12 કરોડ-20 કરોડની નોટિસ આવી હતી. મારા વકીલને પણ ખરીદી લેવામાં આવ્યો હતો.
 
આ કેસ અંગે આગળ વાત કરતા ઉમેર્યું કે, મને સાચું બોલવાથી કોઈ ડર લાગતો નથી. એક વર્ષ પછી પણ મને એટલી હેરાન કરવામાં આવી કે, તે એક લેવલ પર આવી ગયો. પછી મેં એના પર સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કેસ કર્યો હતો, કારણ કે મારા પાસે બીજો એવો કોઈ રસ્તો ન હતો. 

આખરે સમાધાન થયું

ત્યારે જ હું પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં સફળ રહી, કારણ કે થોડા સમય પછી સમાધાન થઈ ગયું. તે સમયે,એક પણ નિર્માતા મારી સાથે ઊભો રહ્યો નહીં. મેં તે ચોક્કસ આધારે કેસ દાખલ કર્યો કારણ કે, જ્યારે FIR નોંધવાની વાત આવે છે, ત્યારે પોલીસ તમને સ્પષ્ટપણે કહે છે કે તમારે "ગંદા" આરોપો કરવા પડશે. 

હું પણ લૉના બેકગ્રાઉડમાંથી આવું છું.મારા એક મિત્રએ મને પૂછ્યું,"શું તમને ખ્યાલ છે કે તમે શું કરી રહ્યા છો?" તેના પર મેં જવાબ આપ્યો હતો "મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેઓ મને જવા દેતા નહોતા. મારી આસપાસ ભાગવાના દરેક રસ્તાને બંધ કરી દીધા હતા. જોકે આ પ્રક્રિયામાં, તે બિચારો બદનામ થયો. હું આજે - અને પહેલી વાર - કહી રહી છું કે આરોપો ખોટા હતા. તે ખરેખર, સંપૂર્ણપણે બનાવટી હતા. પછી સમાધાન થયું હતું.