Mon Oct 05 2026

Logo

શહઝાદ પૂનાવાલાનો મોટો ધડાકો: કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે, પીએમ મોદીનું પણ માગી લીધું રાજીનામું

2026-09-15 18:11:47
Author: Mumbai Samachar Team
શહઝાદ પૂનાવાલાનો મોટો ધડાકો: કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે, પીએમ મોદીનું પણ માગી લીધું રાજીનામું

નવી દિલ્હીઃ ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી શહઝાદ પૂનાવાલાનો પાર્ટી પ્રત્યેના આક્રોશ હજુ શમ્યો નથી, ફરીથી પાર્ટીની સાથે પીએમ મોદી અને વિરોધ પક્ષના નેતા પર નિશાન તાકવામાં આવ્યું હતું. શહઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામુ આપી દીધા બાદ ફરી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. રાજકારણમાં રાજીનામુ ખરેખર 'ના-રાજીનામું' હોય છે. હવે એક ખાસ મુલાકાતમાં શહઝાદ પૂનાવાલાએ દિલ ખોલીને વાત કરી છે. 

કોક્રોચ જનતા પાર્ટી અને પેપર લીક આંદોલનને લઈને પણ વાત કરી છે. આ સમયે ભાજપના વ્યવહાર અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. હવે આ દરમિયાન તેણે વડા પ્રધાન મોદીને ખરાબ 'આપખુદ શાસક' કહીને રાજીનામુ આપી દેવાની વાત કરી હતી. 

તો કર્ણાટકના શિક્ષણમંત્રીનું રાજીનામું કેમ ના લેવાયું?

એક ખાસ મુલાકાતમાં પત્રકારનો જવાબ આપતા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, મેં ભાજપ પાર્ટી છોડી દીધી છે. હું જે ઈચ્છું તે હું બોલી શકું.  ભાજપ મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. છતાં હું કહું છું કે, ભાજપ અન્ય રાજકીય પાર્ટીઓ કરતા સૌથી શ્રેષ્ઠ છે. તાજેતરમાં નીચ પેપરલીક મામલે થયેલા આંદોલનને લઈ ભાજપને વલણ પર પૂનાવાલાએ કહ્યું કે, ભાજપ પાસે એક વિશાળ ટીમ છે અને ભાજપ ટીમવર્ક કરે છે. 

આ માટે ક્યારેક નિર્મણ લેવામાં વિલંબ થઈ શકે છે. આજે ભાજપ મારૂં કંઈ બગાડી શકે એમ નથી. ભાજપ મને પૈસા આપતી નથી છતાં હું ઈમાનદારીથી કહીશ કે, ભાજપમાં થોડી પણ લાજ-શરમ છે. ભાજપ કોઈ બેશરમ પાર્ટી નથી. ભાજપે જે કંઈ કર્યુ હોય તે પણ રાજીનામુ ધર્મેન્દ્ર પ્રધાને આપવું પડ્યું છે. હવે શું કર્ણાટકના શિક્ષણમંત્રીએ રાજીનામું આપ્યું? પંજાબનું ઉદાહરણ લઈ લો. 6 પેપરલીક થયા, હવે ત્યાંના કોઈ શિક્ષણમંત્રી રાજીનામું આપ્યું? આનું રાજીનામુ કેમ ન લેવામાં આવ્યું? ઝારખંડના શિક્ષણમંત્રીનું રાજીનામુ કેમ ન લેવાયું?

રાહુલ ગાંધીની ખામી ગણાવી

ભાજપ અને મોદીની એક નિષ્ફળતાની વાત કહું, તેઓ એક ખરાબ બાદશાહ છે. હું એમને 100થી શૂન્ય માર્ક આપું છું. મેં મોદીજીને કહ્યું હતું કે, તમે રાજીનામુ આપી દો. તમે ફેઈલ્યોર છો. ન તેમણે કોઈ ઈમરજન્સી લગાવી, ન તેમણે રાહુલ ગાંધીના પિતાની જેમ મીડિયા સપ્રેસ કરવાનો પ્રયાસ કર્યો. ન સોનિયા ગાંધીની જેમ કોઈ પુસ્તક પર પ્રતિબંધ કરાવ્યો. રાહુલ ગાંધી અંગે વાત કરતા પૂનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાનામાં ઘણો સુધારો કર્યો છે. 

વર્ષ 2009થી 2026માં અવશ્ય સુધારા કર્યા છે. પણ એટલો પણ ફેરફાર નથી કર્યો જે ખરેખર જરૂરી હતો. રાહુલ ગાંધીની ખામી એ છે કે, એને એવું લાગે છે કે, એને બધી જ ખબર છે. એને પણ ખબર છે કે, CJPની જે મૂવમેન્ટ હતી એમાં ફંડ કેજરીવાલનું હતું. આ વાત હું પણ જાણું છું. રાહુલ ગાંધીમાં કોઈ વિષયને લઈને કોઈ સાતત્ય નથી. 

આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે તેણે ભાજપ સાથે પોતાનો છેડો ફાડી નાંખ્યો છે. બીજી તરફ એવા સમયે વાત સામે આવી છે જ્યારે મોદીએ બ્રિક્સ સમિટની બેઠકોનો ધમધમાટ પૂરો કરી દીધો છે. બીજી તરફ વડા પ્રધાન મોદીનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે અને ભાજપ આ દિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવવા માટે તૈયારીઓ કરી રહી છે. આ માહોલ વચ્ચે એમની વાતથી પક્ષને ખાસ કોઈ અસર થવાની નથી. 

રાજકીય માહોલ ગરમાશે

એમના આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાય એવી શક્યતા ઓછી છે, કારણ કે પક્ષ છોડવાના પોતાના નિર્યણને વ્યક્તિગત કહીને મામલા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. હવે ભાજપમાંથી આ વિષય પર કોઈ ખાસ પ્રતિક્રિયા આપે તો માહોલ ગરમાશે. પોતાના નિર્મણ અંગે તેઓ કહી ચૂક્યા છે કે, આ નક્કી હતું અને ઘણ સમય પહેલા વિચારીને આ પગલું લીધું હતું. 

હાલમાં તેઓ ભાજપ પક્ષ સાથે નથી એટલે તે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. પણ રાજકીય લોબીમાં અને ખાસ કરીને દિલ્હીમાં ચર્ચા એવી છે કે, કોઈ મોટું પદ ન મળવાના કારણે તેઓ અંદરખાને નારાજ હતા. આ મુદ્દા પર તેમણે એવું સ્પષ્ટ કર્યું હતું કે, મેં પહેલા રાજીનામું આપ્યું અને પછી 17 ઓગસ્ટના રોજ એલાન કર્યું.