ભારતીય શેર બજારોમાં વેચવાલીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સપ્તાહના અંતે શુક્રવારે નબળા વૈશ્વિક સંકેતોથી ભારતીય શેરબજારો ગેપ ડાઉન ઓપન થયા છે. નિફ્ટીએ 23,300નું લેવલ ગુમાવ્યું છે. માર્કેટમાં 692 શેરોમાં વધારો તો 1824 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. તો 147 શેરમાં કોઇપણ જાતની મૂવમેન્ટ જોવા નથી મળી નિફ્ટી શેરોની વાત કરીએ તો તેમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ જેવા શેરો ટોપ લૂઝર્સની કેટેગરીમાં છે તો ટોપ ગેઇનર્સમાં ONGC, TCS, ટેક મહિન્દ્રા, કોલ ઇન્ડિયા અને HCL ટેકનોલોજીસનો સમાવેશ થાય છે.
રોઇટર્સના આંકડા અનુસાર બ્રેંટ ક્રૂડ ફ્યૂચર્સ $1.05 કે 1 ટકા વધીને $108.68 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તો (WTI) ક્રૂડ પણ 95 સેંટ એટલે કે 1 ટકા વધી $103.45 પ્રતિ બેરલ પર કારોબાર કરી રહયું છે. સાપ્તાહિક આધારે બન્ને બેંચમાર્કમાં લગભગ 13 ટકાનો જોરદાર વધારો નોંધાયો છે. જે 17 જુલાઇ પછીનો સૌથી મોટો સપ્તાહિક વધારો છે.
મિડલ ઇસ્ટમા વધતા તણાવથી લાલ સાગરના રસ્તા પર જોખમ વધી ગયું છે. યમના મોચા પોર્ટ પર હૂતીઓનું નિયંત્રણ અને સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાં તેલ ટેન્કરો પર હુમલા વધવાથી રીઝનલ ઓઇલ સપ્લાયમાં અવરોધ થવાની આશંકા વધી ગઇ છે. યમનથી સાઉદી ઉર્જા પ્રતિષ્ઠાનો પર થયેલા હુમલાએ તણાવને વધારી દીધો છે. જેના કારણે વૈશ્વિક બજારમા ક્રૂડ ઓઇલની કિંમત વધી રહી છે.
એશિયન બજારોના હાલ
સપ્તાહના અંતે મોટા ભાગના એશિયન બજારો લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. નિક્કેઇ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, જકાર્તા, શાંઘાઇ રેડ ઝોનમાં નરમાઇ સાથે કારોબાર કરી રહ્યા છે.
નિફ્ટી ટોપ લૂઝર્સ
નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ, લોઢા ડેવલોપર્સ, કોચીન શિપયાર્ડ, નાલ્કો, ઓબેરોય રિયલ્ટી, કેઇઆઇ ઇન્ડસ્ટ્રીઝ, ડીએલએફ, હિન્દ કોપર, એચઇજી,એચએફસીએલ, વેલસ્પન કોર્પનો સમાવેશ થાય છે.