Fri Sep 11 2026

Logo

સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી પર ઈરાનનો ઘાતક હુમલો, વૈશ્વિક એનર્જી માર્કેટમાં ખળભળાટ

Saudi   2026-03-02 14:27:00
Author: Mayur Patel
સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી પર ઈરાનનો ઘાતક હુમલો, વૈશ્વિક એનર્જી માર્કેટમાં ખળભળાટ

સાઉદી અરેબિયાઃ  અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં ખાડી દેશોની શાંતિ હણાઈ ગઈ છે, જેમાં એક પછી એક મુસ્લિમ રાષ્ટ્રો પર હુમલા વધી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના જંગની આગ સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ રિફાનરી અરામકો સુધી પહોંચી છે. રિપોર્ટ મુજબ, સાઉદી અરબની સરકારી ઓઈલ કંપની અરામકોએ તેમની રાસ તનુરા ઓઈલ રિફાઈનરીને ડ્રોન હુમલા બાદ બંધ કરી દીધી છે. આ રિફાઈનરી સાઉદી અરબની સૌથી મોટી રિફાઈનરી પૈકીની એક છે અને તેમાં દરરોજ 5,50,000 બેરલ ક્રૂડ ઓઈલ રિફાઈન કરવામાં આવે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે અરામકોની રાસ તનુરા રિફાઈનરીને સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ડ્રોન હુમલાનું કારણે અરામકો રાસ તનુરા ઓઈલ રિફાઈનારીમાંથી કાળા ધુમાડાના ગોટા નીકળતા જોઈ શકાય છે.

અહેવાલ મુજબ રિફાઈનરી બંધ થવાના અહેવાથી બ્રેંટ ક્રૂડની કિંમતમાં 9.32 ટકાનો વધારો થયો છે. વિશ્વભરકમાં ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં મોટો ઉછળો આવ્યો છે. હોર્મુજ ખાડી દ્વારા થતો વેપાર લગભગ બંધ થઈ ગયો છે.  ઈરાન યુદ્ધ વૈશ્વિક ઓઈલ માર્કેટ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જો ક્રૂડ ઓઈલના ભાવ વધશે તો પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થશે અને સમગ્ર  વિશ્વમાં મોંઘવારી વધી શકે છે.

અરામકો માત્ર એક કંપની નથી, પરંતુ સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેના માધ્યમથી માત્ર સાઉદી સરકારની આવક જ નથી થતી, પરંતુ દેશનું ગ્લોબલ પોઝિશનિંગ પણ નક્કી થાય છે. અરામકો દ્વારા જ સાઉદી અરેબિયા ‘વિઝન 2030’ જેવા કાર્યક્રમોને ફંડ પૂરું પાડે છે, જેનો હેતુ દેશની અર્થવ્યવસ્થાને ઓઈલ પરની નિર્ભરતામાંથી બહાર લાવવાનો છે.