હૈદરાબાદઃ સાઉથની સુપરડુપર એક્ટ્રેસ સમંથા રુથ પ્રભુએ પોતાને ત્યાં આવનારા નવા મહેમાનને લઈને ગૂડ ન્યૂઝ ફેન્સ સાથે શૅર કરી દીધા છે. એક્ટ્રેસે પોતાની પ્રેગ્નેન્સીની વાત કન્ફર્મ કરતા કહ્યું હતું કે, હું એક નાનકડા મેટરનીટી બ્રેક પર જવાની છું.તેમની ફિલ્મના દિગ્દર્શક નંદિની રેડ્ડીએ અભિનેત્રી વિશે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, અભિનેત્રીએ ગર્ભાવસ્થાને કારણે અસ્વસ્થતા અનુભવવા છતાં શૂટિંગ ચાલુ રાખ્યું હતું.શુટિગમાં બ્રેક લેવાના બદલે સમંથાએ એકથી એક બેસ્ટ શોટ આપ્યા હતા.એનું કામ પ્રત્યેનું કમિટમેન્ટ ગઝબનું છે. ફિલ્મ 'મા ઇન્તી બંગારામ' ની વાત કરીએ તો, અભિનેત્રીએ શક્તિશાળી એક્શન સિક્વન્સ આપ્યા છે.
ફેન્સ ખરેખર આ એક્શન-કોમેડીનો આનંદ માણી રહ્યા છે.એક્શન સિક્વન્સી સાથે આ એક ઈમોશન વાળી પણ ફિલ્મ છે. આ વુમન સેન્ટ્રિક ફિલ્મ છે જેમાં સામંથાએ એક્શન, કોમેડી અને ઉત્તમ અભિનયનું ઉત્તમ કોમ્બિનેશન સિનેસ્ક્રિન પર દર્શાવી દીધું છે. સામંથા રૂથ પ્રભુની કારકિર્દીના છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી થિયેટર રિલીઝ છે.હાલમાં આ ફિલ્મ દમદાર ક્લેક્શન કરી રહી છે. આ ફિલ્મે રિલીઝ થયાના પહેલા બે દિવસમાં જ વર્લ્ડવાઈડ ક્લેક્શન આશરે ₹25 કરોડ કરી લીધું છે.વર્ષ 2023 માં તેના પ્રોડક્શન હાઉસ, ત્રાલાલા મુવિંગ પિક્ચર્સની જાહેરાત કરી. ફિલ્મ 'મા ઇન્તી બંગારામ' આ બેનર હેઠળ બનાવવામાં આવેલી દમદાર ફિલ્મ છે. નિર્માતા તરીકે સેવા આપવા ઉપરાંત, સામંથાએ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે.ફિલ્મ નિર્માતા નંદીની જણાવે છે કે, ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન સમંથાને મોર્નિગ સિકનેસ થઈ ગઈ હતી.

તેમ છતાં તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું અને શાનદાર શોટ આપ્યા છે. જ્યારે નંદિની રેડ્ડીએ એક મુલાકાત દરમિયાન સમંથાની ગર્ભાવસ્થા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો કે,"તેને ફિલ્મના એનરજેટિક ગીત 'થસાડિયા'નું શૂટિંગ કરતી વખતે આ ગૂડ ન્યૂઝ મળી ચૂક્યા હતા. આ ન્યૂઝ જ્યારે મને મળ્યા એ સમયે હું ખૂબ જ ખુશ હતી.ગીતનું શુટિંગ પૂરું થવાને જ્યારે અંતિમ દિવસો બાકી રહ્યા હતા એ સમયે મને આ ગૂડ ન્યૂઝ મળ્યા હતા. એટલી જાણકારી મળી હતી કે, સમંથાની તબિયત સવારે ઠીક ન હતી. અમને એવું લાગ્યું હતું કે, તાવ આવ્યો હશે. પછી ખ્યાલ આવ્યો કે, તે મમ્મી બનવા જઈ રહી છે. બીજા દિવસે, જ્યારે તેની હેલ્થ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે સમંથા શરૂઆતમાં ચૂપ રહી. થોડા સમય પછી, તેણીએ ખુલાસો કર્યો કે તે પ્રેગ્નેન્ટ છે અને મોર્નિંગ સિકનેસ છે. નંદિનીના જણાવ્યા મુજબ, તે ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં હતી. ત્યારબાદ, આખી ટીમે શૂટિંગ દરમિયાન તેણીનું ખાસ ધ્યાન રાખ્યું. સદનસીબે, ફિલ્મના બધા એક્શન સિક્વન્સ પહેલાથી જ શુટ થઈ ગયા હતા.
