Tue Apr 21 2026

Logo

સલમાન ખાનની નવી ફિલ્મનું 'નામ' જ બદલાઈ ગયું, જુઓ રિલીઝ થયેલું પોસ્ટર...

2026-03-16 17:16:56
Author: Tejas rajpara
Article Image

SKF


મુંબઈ: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની જે ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે એક નવા અને પ્રભાવશાળી નામ સાથે પડદા પર આવશે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલીને હવે મેકર્સ દ્વારા 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' (Matrubhumi: May War Rest in Peace) કરી દેવામાં આવ્યું છે. આ ફેરફાર સાથે જ ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા બમણી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર સલમાનના આ નવા પ્રોજેક્ટની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મેકર્સે સલમાન ખાનનું નવું પોસ્ટર રિલીઝ કરીને આ બદલાયેલા નામની સત્તાવાર જાહેરાત કરી છે. આ નવા ટાઇટલની સૌથી આકર્ષક બાબત તેની ટેગલાઇન છે, જેમાં યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ગલવાન ઘાટીની ઐતિહાસિક ઘટના પર આધારિત આ ફિલ્મનું નામ ચીન સાથે જોડાયેલા વિવાદોને ધ્યાનમાં રાખીને બદલવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સલમાનની આ ફિલ્મ રણભૂમિની સરહદોથી આગળ વધીને દેશભક્તિ અને શાંતિની ગહન વાત કરે છે.

માતૃભૂમિ ફિલ્મ દ્વારા સલામાન ખાન એક એવી વિચારધારા રજૂ કરી રહ્યો છે જે સીદી પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી જાય તેવી છે. ટાઈટલમાં મે વોર રેસ્ટ ઈન પીસ શબ્દોનો પ્રયોગ કરીને દુનિયામાં શાંતિની આશા જગાડવામાં આવી છે. ગલવાન ઘાટીની શૌર્યગાથામાં ભાવનાત્મક અને માનવીય પાસાઓને વણી લેવામાં આવ્યા છે, જે તેને અન્ય વોર મૂવીઝ કરતા અલગ પાડે છે. ફિલ્મનું એલાન થતા જ લોકો તેના સાહસિક કદમ અને નવી ટેગલાઇનની પ્રશંસા કરી રહ્યા છે.

અપૂર્વ લાખિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અત્યાર સુધીમાં ફિલ્મના કેટલાક ગીતો અને ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. દેશભક્તિના રંગમાં રંગાયેલા સલમાન ખાન આ ફિલ્મમાં ફરી એકવાર પોતાના એક્શન અને ઇમોશન્સ દ્વારા ફેન્સને પ્રભાવિત કરવા તૈયાર છે. આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવશે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.