Wed Sep 09 2026

Logo

રશિયામાં વિમાન દુર્ઘટના: સેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થતાં 29 લોકોના કરુણ મોત

Crimean Peninsula   2026-04-01 15:38:22
Author: Savan Zalariya
રશિયામાં વિમાન દુર્ઘટના: સેનાનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થતાં 29 લોકોના કરુણ મોત

રશિયામાં એક ગંભીર વિમાન દુર્ઘના સર્જાઈ છે. મંગળવારે સાંજે એક રશિયન લશ્કરી વિમાન ક્રિમીઆમાં ક્રેશ થયું હતું, જેમાં છ ક્રૂ અને 23 મુસાફરો સહીત કુલ 29 લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન An-26 હતું, જે મિલીટરી ટ્રાન્સપોર્ટેશન એરક્રાફ્ટ છે.

મંગળવારે સાંજે વિમાન બ્લેક સી પાસે ક્રિમિઅન દ્વીપકલ્પ પર ઉડી રહ્યું હતું, ત્યારે 6 વાગ્યાની આસપાસ રશિયન સૈન્ય મથકનો વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો. તપાસ બાદ વિમાનનું લોકેશન મળ્યું હતું, સેનાને જાણવા મળ્યું કે વિમાન પર્વત સાથે અથડાયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે ક્રેશમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા હતાં.  

રશીયન સેનાને વિમાનનો કાટમાળ મળી આવ્યો છે, અકસ્માતનાં કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, ટેકનિકલ સમસ્યાને કારણે વિમાન ક્રશ થયું હોઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. 

વિમાન જે વિસ્તારમાં ક્રેશ થયું છે એ વિસ્તાર સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. રશિયાએ 2014 માં ક્રિમિઅન દ્વીપકલ્પ યુક્રેન પાસેથી ગેરકાયદેસર રીતે કબજે કરી લીધો હતો. હાલ યુક્રેન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે લશ્કરી વિમાન ક્રેશ થવું રશિયા માટે ખૂબ ચિંતાજનક છે.