Wed Jun 17 2026

Logo

'ગુરુ દક્ષિણા' ના નામે RSS મની લોન્ડરિંગ રેકેટ ચલાવી રહ્યું છે! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આરોપ

2026-02-16 15:09:00
Author: Savan Zalariya
Article Image

'ગુરુ દક્ષિણા' ના નામે RSS મની લોન્ડરિંગ રેકેટ ચલાવી રહ્યું છે! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આરોપ
બેંગલુરુ: કર્ણાટક સરકારના પ્રધાન પ્રિયંક ખડગેએ રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રિયંક ખડગેએ RSS પર નાણાકીય ગેરરીતીના આરોપ લગાવ્યા. તેમણે RSS સામે કાયદાકીય કાર્વાહીની માંગ કરી છે.

નોંધનીય છે કે RSS તેની થાપનાના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, RSS ભારતીય જનતા પાર્ટીનું વૈચારિક માર્ગદર્શક સંગઠન છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દીકરા પ્રિયંક  ખડગેએ દાવો કર્યો દાનની રકમ કે 'ગુરુ દક્ષિણા' થી મળતા ભંડોળને ડાયવર્ટ કરીને RSS મની લોન્ડરિંગનું કામ કરી રહ્યું છે.

મોટું મની લોન્ડરિંગ રેકેટ ચાલી રહ્યું છે!
બેંગલુરુમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં પ્રિયંક ખડગેએ કહ્યું કે RSS ઇચ્છે છે કે આપણે સારા નાગરિક બનીએ અને આપણો આવકવેરો ચૂકવીએ, પરંતુ તેઓ કોઈ ટેક્સ ચુકવી નથી રહ્યા. આ કેવી રીતે શક્ય હોઈ શકે, આપણે સવાલ ઉઠાવવો પડશે? 
પ્રિયંક ખડગેએ કહ્યું, "2,500 જેટલા સંગઠનો RSS સાથે જોડાયેલા છે. યુએસ અને યુકે સહિત ઘણા દેશોમાંથી નાણા એકઠા કરવામાં આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે RSS એક મોટું મની લોન્ડરિંગ રેકેટ ચલાવી રહ્યું છે. પૈસાના સ્ત્રોત વિશે સવાલ પુછવામાં આવે ત્યારે, તેઓ 'ગુરુ દક્ષિણા'નું બહાનું આપે છે, પણ એ ભંડોળ ક્યાંથી આવી રહ્યું છે?  અને RSS ટેક્સ કેમ નથી ભરી રહ્યું? જ્યારે બીજા લોકો પાસે રહેલા દરેક રૂપિયાનો હિસાબ કરવામાં આવી રહ્યો છે, તો RSS પર કાર્યવાહી કેમ નથી થઇ રહી?" 

પ્રિયંક  ખડગેએ પોતાનાં દાવાને ટેકો આપતા કોઈ પુરાવા આપ્યા નથી. 

કર્ણાટક સરકારે RSSને નિશાન બનાવી:
ગત વર્ષે પ્રિયંક ખડગેએ સ્થળોએ RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે વાત કરી હતી, તેના થોડા દિવસો પછી કર્ણાટક સરકારે એક આદેશ હજેર આકરીને રાજ્યમાં કોઈપણ ખાનગી સંસ્થાઓ, સંગઠનો અથવા વ્યક્તિઓના જૂથને પ્રવૃત્તિઓ માટે સરકારી મિલકત અથવા પરિસરનો ઉપયોગ કરતા પહેલા પરવાનગી ફરજિયાત બનાવવામાં આવી હતી. 

રાજ્ય સરકારના આ આદેશને કર્ણાટક હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો,  હાઈકોર્ટે સરકારના આ પગલા પર રોક લગાવી દીધી હતી.