Wed Jul 08 2026

Logo

વરસાદનું આઈકોનિક સોંગ 'રિમઝિમ ગીરે સાવન' શૂટ થયું ત્યારે કેમ અમિતાભ-મૌસમીને કંઈ સંભળાતું જ નહોતું?

2026-07-08 18:11:19
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની ફિલ્મોએ વરસાદને એક આગવા અંદાજમાં પોંખ્યો છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. રાજેશ ખન્નાની ફિલ્મ હોય અને વરસાદ ન આવે એવું તો ભાગ્યે જ બને. જેમ જેમ બોલિવૂડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી ફિલ્મો આવી, નવા વિષયો આવ્યા, નવી સ્ક્રિપ્ટ આવી અને નવા ડાયલોગ્સ આવ્યા એમ જૂના વરસાદના પણ નવા રૂપ જોવા મળ્યા.

એક સમયે વરસાદ આવે ત્યારે રેડિયો પર વાગતું કે, 'આજ રપટ જાયે તો હમે ન ઊઠૈયો', 'નૈનો મેં બદરા છાયે, બીજલી સી ચમકે હાયે', 'એક લડકી ભીગી ભાગી સી, સોઈ રાતો મેં જાગી સી' આજે વરસાદ પડે એટલે સ્ટેટસ, સ્ટોરીઝ અને પોસ્ટ શૅર થાય છે. એમાં 'યે મૌસમ કી બારીશ', 'ટીપ-ટીપ બરસા પાની','બરસો રે મેઘા મેઘા' પ્લે થતું સંભળાય છે. આ તમામ ગીતના વિઝ્યુઅલ્સમાં વરસાદ કોમન છે. 

રિયલ વરસાદમાં શુટ થયું

ઘણા ગીતકારો અને લેખકો પોતાના ભાષણમાં કહી ચૂક્યા છે કે, વરસાદ આખી દુનિયામાં પડે છે પણ ભારત જેવું ચોમાસું ક્યાંય નથી.ચોમાસાનો વરસાદ પડે અને અમિતાભ તથા મૌસમી ચેટર્જીનું ગીત 'રિમઝિમ ગીરે સાવન' પ્લે થાય નહીં એવું તે કેમ બને? આ ગીત પાછળની હકીકત એ છે કે આ ગીત રેકોર્ડ કરવા માટે કે શૂટ કરવા માટે કોઈ આર્ટિફિશિયલ વરસાદનો ઉપયોગ કરાયો નથી. આ ગીતને મુંબઈના રિયલ વરસાદમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતો અને ગીતમાં જે વરસાદ નજરે ચડે છે એ ખરા અર્થમાં રિયલ વરસાદ છે. 

 

આ ગીતમાં કોઈ ફેક શાવર કે વરસાદનો સીન ક્રિએટ કરવા માટે કોઈ વધારાના પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો, જ્યારે અમિતાભ બચ્ચે આ ફિલ્મ સાઈન કરી હતી, એ સમયે અમિતાભ કોઈ સુપરસ્ટાર કે મહાનાયક ન હતા. એવું પણ કહેવાય છે કે એ સમયે કિરણ કુમારે બિગ બી સાથે બે દિવસ શૂટિંગ કર્યું. પણ કિરણકુમારે અમિતાભ પર નેગેટિવ રિસપોન્સ આપતા એને ફિલ્મમાંથી જ દૂર કરી દેવાયા અને અમિતાભને ચાન્સ મળ્યો. 

માત્ર વૉકિંગ અને એક્સપ્રેશન

આ ગીત લતા મંગેશકરે ગાયું છે અને ગીતના શબ્દ ગીતકાર યોગેશે લખ્યા છે. ગીતનું સંગીત જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર આર. ડી. બર્મને આપ્યું છે. આ જ ગીતને મેલ વર્ઝનમાં પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે. પણ તે વરસાદમાં નથી અલગ સિક્વન્સમાં પ્લે થાય છે. આ ગીતનો મેલ વોઈસ કિશોર કુમારે આપ્યો છે. ફિલ્મ 'મંઝીલ'નું આ ગીત રિયલ વરસાદને ફીલ કરાવી જાય છે. 

ફિલ્મ નિર્માતા બાસુ ચેટર્જી ઈચ્છતા હતા કે આ વરસાદના દરેક સીન બિલકુલ રિયલ હોય, આ જ કારણે તેમણે મુંબઈના મરીન ડ્રાઈવ પર ચાલુ વરસાદે શુટિંગ કર્યું હતું. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ગીતમાં કોઈ પ્રકારની ડાન્સ સિક્વન્સ નથી. માત્ર લીડ સ્ટારકાસ્ટ વૉકિંગ કરી રહી છે અને એકબીજાને એકસપ્રેશન આપી રહી છે. આ ગીતના સીન અંગે એક્ટ્રેસ મૌસમી ચેટર્જીએ જણાવ્યું હતું કે, એ સમયે કોઈ વોટરપ્રુફ આઈલાઈનર નહોતી. એક શોટ રેકોર્ડ કરીને રિવ્યૂ કર્યો તો સમગ્ર ટીમ હસી રહી હતી. 

કેમેરા પાછળની કમાલ

એક બાજુ એક્ટર અને બીજી બાજુ આખી ટીમ, પછી ફરીવાર મેકઅપરૂમમાં ગઈ અને મેકઅપ સેટ કરીને ફરી પાછી આવી. ગીતમાં જે ગ્રીન કલરની સાડી પહેરી હતી એ સાડીનો કલર પણ ઊતર્યો હતો. શુટિંગ પૂર્ણ કરીને જ્યારે ઘરે ગઈ ત્યારે સાડીનો કલર બોડી પર ફિક્સ થઈ ગયો હતો.માત્ર કલર જ નહીં સાડીની પ્રિન્ટ પણ બોડી પર છપાઈ ગઈ હતી. જ્યારે ગીત રેકોર્ડ કરવામાં આવી રહ્યું હતું એ સમયે મુંબઈના વરસાદમાં એ મરીન ડ્રાઈવના લોકેશન પર ગીત સંભળાતું પણ ન હતું. 

કેમેરાની પાછળથી એક રૂમાલ દેખાડવામાં આવતો એ સમયે માની જતા કે ત્યાં ગીત પ્લે થઈ રહ્યું છે. એ પછી અમે અમારુ વૉક અને એક્ટિંગ શરૂ કરતા.આ રીતે આખું ગીત બન્યું અને આજે પણ આ ગીત સુપરહિટ છે.