Wed Jun 10 2026

Logo

શેરબજાર: ઓહો BSE, MCXના શેરમાં મોટા કડાકા, જાણો કારણ

2026-02-16 13:43:00
Author: Nilesh vaghela
Article Image

નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજાર હજુ ઊથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે ત્યાં BSE, MCX, એન્જલ વન, ગ્રોના શેર 10% સુધીના કડાકા બોલાઈ જતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે. આ મધ્યસ્થીઓના શેર ગબડવાથી બજારના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર પડી રહી છે. 

વાસ્તવમાં આની પાછળ કારણ એવું છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લેંડિંગના નિયમો કડક કરવાના કારણે BSE, MCX, એન્જલ વન અને ગ્રો જેવી બ્રોકરેજ કંપનીઓના શેરમાં 10% સુધીની કડાકો જોવા મળ્યો છે. આ નવા નિયમો પહેલી એપ્રિલ 2026થી લમલી થશે, જેના કારણે બ્રોકર્સને વધુ ખર્ચાળ વિકલ્પો શોધવાની ફરજ પડશે, જેનાથી તેમની આવક અને નફાના માર્જિન પર અસર થશે .

RBIના નવા નિયમો મુજબ, બેંકો હવે કેપિટલ માર્કેટ ઇન્ટરમીડિયરીઝને માત્ર સંપૂર્ણપણે સુરક્ષિત ફંડિંગ જ પૂરું પાડી શકશે. આ નિયમો માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીઝ માટે વધુ કડક છે, જેમાં 100% કોલેટરલની જરૂરિયાતના 50% હવે કેશમાં હોવા જોઈએ .

આ લખાઈ રહ્યું છે ત્યારે સવારના સત્રમાં નવા નિયમોના કારણે BSEના શેર 10% ઘટીને ₹2,726.30, એન્જલ વન 6% ઘટીને ₹2,441 અને MCX 7% ઘટીને ₹1,235.40  બોલાતા હતા. આ તબક્કે ગ્રોના શેર પણ 4% તૂટ્યા હતા.

વિશ્લેષકોના મતે, આ નવા નિયમો બ્રોકર્સના ફંડિંગ ખર્ચમાં વધારો કરશે, જેનાથી તેમની આવક અને મર્જિન પર અસર થશે. Jefferiesના મતે, રિઝર્વ બેન્કનાં નવા નિયમોથી BSEની આવકમાં 10%ની ઘટાડો થઈ શકે છે.

આ નિયમોના કારણે, એન્જલ વન અને ગ્રો જેવા બ્રોકર્સને તેમની ફંડિંગ વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે. એન્જલ વન NBFCs તરફ વળી શકે છે, જ્યારે ગ્રોને તેના MTF બુક માટે વધુ ભંડોળની જરૂર પડશે.

ગ્રોના શેર 4% ઘટ્યા છે, અને એન્જલ વનના શેર 6% ઘટ્યા છે. આ નવા નિયમો બ્રોકર્સની ફંડિંગ ખર્ચમાં વધારો કરશે, જેનાથી તેમની આવક અને મર્જિન પર અસર થશે. MCX, એન્જલ વન, ગ્રોના શેર 10% સુધી ઘટ્યા હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે.