Thu Oct 01 2026

Logo

શુક્રનું પોતાની સ્વરાશિ તુલામાં ગોચર! દિવાળી સુધી મેષ-મિથુન સહિત આ રાશિઓ થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-09-08 16:45:25
Author: Darshana Visaria
શુક્રનું પોતાની સ્વરાશિ તુલામાં ગોચર! દિવાળી સુધી મેષ-મિથુન સહિત આ રાશિઓ થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ, સૌંદર્ય, વાહન અને ભૌતિક સુખ-સુવિધાઓના દાતા ગ્રહ શુક્રએ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરી લીધો છે. શુક્રદેવ તુલા રાશિમાં આગામી 65 દિવસ સુધી એટલે કે છઠ્ઠી નવેમ્બર 2026 એટલે કે દિવાળીના તહેવાર સુધી બિરાજમાન રહેશે. પોતાની સ્વરાશિમાં શુક્રની સ્થિતિ અત્યંત બળવાન માનવામાં આવે છે. આ શક્તિશાળી ગોચર કેટલીક મુખ્ય રાશિઓ માટે અતિ શુભ અને ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિઓના જાતકોને નોકરીમાં પ્રમોશન, વેપારમાં મોટો આર્થિક નફો અને જીવનમાં ભૌતિક સુખ-સાધનોમાં વૃદ્ધિ જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેને લાભ થઈ રહ્યો છે. 

મેષ:
શુક્રનો પ્રવેશ કરિયરમાં પ્રગતિ કરાવશે. નોકરી કરતા લોકોને નવી અને આકર્ષક તકો મળશે. પાર્ટનરશિપ બિઝનેસમાં મોટો આર્થિક નફો થવાના યોગ છે. પ્રેમ અને દાંપત્યજીવનમાં મધુરતા આવશે.

મિથુન:
કરિયર અને પ્રોફેશનલ ગ્રોથ માટે આ ૬૫ દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રે તમારી પ્રતિભાની કદર થશે. વેપારમાં પ્રભાવશાળી લોકો સાથે નવા વ્યાવસાયિક જોડાણો થશે જે લાંબા ગાળે ફાયદો કરાવશે.

કર્ક:
આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ અનુકૂળ રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ઘર-પરિવાર માટે સુખ-સુવિધા, વાહન કે લક્ઝરી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થઈ શકે છે.

કન્યા:
આવકમાં નોંધપાત્ર વધારો થશે અને અટકેલા આર્થિક વ્યવહારો પૂર્ણ થશે. બિઝનેસમાં લાંબા સમયથી અટવાયેલા મહત્વપૂર્ણ સોદા પાર પડશે. જોકે, બજેટ ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો હિતાવહ રહેશે.

તુલા:
પોતાની જ રાશિમાં શુક્રનું આગમન તુલા રાશિના જાતકો માટે સુવર્ણ કાળ સમાન રહેશે. આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. નોકરી અને સામાજિક ક્ષેત્રે નવી ઓળખ તથા માન-સન્માન મળશે.

ધન:
આવક અને નાણાકીય સ્થિરતાની દ્રષ્ટિએ આ ગોચર અત્યંત ફળદાયી રહેશે. નવા લોકો સાથેની મુલાકાતો વ્યાવસાયિક સફળતા અપાવશે. વેપારમાં નવી નફાકારક ડીલ્સ ફાઈનલ થઈ શકે છે.

મકર:
દિવાળી સુધીનો સમય કરિયરમાં ઉત્તરોત્તર પ્રગતિ લાવશે. નોકરીમાં ઉચ્ચ પદ કે નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે. કાર્યક્ષેત્રે સફળતા મળવાથી વરિષ્ઠ અધિકારીઓ ખુશ થશે અને વેપારીઓને મોટી ક્લાયન્ટ ડીલ્સ મળશે.

કુંભ:
નોકરીમાં નવી તકો અને પ્રોજેક્ટ્સ મળશે. ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કામો સરળ બનશે. વ્યવસાય કે કામના સંબંધમાં કરવામાં આવેલી મુસાફરીઓ અત્યંત લાભદાયી પુરવાર થશે.