બોલીવૂડની પોપ્યુલર, બ્યુટીફૂલ સ્ટારકિડ્સ અને ઉભરતી એક્ટ્રેસ રાશા થડાણીએ ગઈકાલે એટલે કે 16મી માર્ચના રોજ પોતાનો 21મો બર્થડે ખૂબ જ સાદગીથી સેલિબ્રેટ કર્યો હતો. રવીના ટંડનની પુત્રી રાશાએ આ ખાસ દિવસે પેપરાઝી (મીડિયા કર્મીઓ) સાથે કેક કાપીને સૌના દિલ જીતી લીધા હતા.
બર્થડે સેલિબ્રેશનની સાંજે રાશા થડાણી તેની માતા અને બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડન સાથે જોવા મળી હતી. રાશાએ બ્લેક કલરના સ્ટાઇલિશ આઉટફિટમાં ગ્લેમરસ લૂક સ્ટાઈલ કર્યો હતો, જ્યારે રવીના ટંડન મરૂન કલરના ડ્રેસમાં અત્યંત સુંદર લાગી રહી હતી. રાશાના બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં સેલિબ્રેશનના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાશાએ સૌથી પહેલાં રવીનાને કેક ખવડાવી હતી અને ત્યારબાદ ત્યાં હાજર તમામ પેપરાઝીને પણ અત્યંત પ્રેમથી કેક ઓફર કરી હતી. ફેન્સ રાશાના આ વિનમ્ર સ્વભાવના વખાણ કરતાં નથી થાકી રહ્યા. રાશા માતા રવીના સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે અને એ બોન્ડ આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
બોલીવૂડ એક્ટ્રેસ અને અખિયોં સે ગોલી મારે ગર્લ રવીના ટંડને દીકરી રાશાના ૨૧મા બર્થડે પર સોશિયલ મીડિયા પર બાળપણના ફોટો શેર કરીને એક ઈમોશનલ નોટ લખી હતી. રવીનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મારી વહાલી દીકરી, તને 21મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! હું તારા વિશે ઘણું બધું લખી શકું તેમ છું, પરંતુ તે બધું હું તને રૂબરૂમાં કહીશ...
વાત કરીએ રાશા થડાણીના વર્ક ફ્રન્ટની તો રાશાએ 2025માં અભિષેક કપૂરની એક્શન-એડવેન્ચર ફિલ્મ 'આઝાદ'થી બોલીવૂડમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. હવે તે તેની આગામી ફિલ્મ 'લાઈક લાઈકા' માં જોવા મળી શકે છે, જેમાં તેની સાથે એક્ટર અભય વર્મા મુખ્ય ભૂમિકામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ પણ ઓફિશિયલ માહિતી સામે આવી રહી નથી.