Mon Sep 07 2026

Logo

ViRosh Wedding Gift: લગ્ન બાદ રશ્મિકા-વિજયના ફેન્સ માટે ડબલ ટ્રીટ! તમે જોઈ કે નહીં?

2026-02-28 20:28:25
Author: Darshana Visaria
ViRosh Wedding Gift: લગ્ન બાદ રશ્મિકા-વિજયના ફેન્સ માટે ડબલ ટ્રીટ! તમે જોઈ કે નહીં?

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ લગ્નના બીજા જ દિવસે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. કપલના વેડિંગ ફોટોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને આ કપલના લગ્નની ખુશી હજુ શમી નથી ત્યાં તેમની આગામી ફિલ્મ રણબાલીના મેકર્સ દ્વારા ફેન્સને એક બેસ્ટ સરપ્રાઈઝ મળી છે. મેકર્સે આ ન્યુલી મેરિડ કપલને લગ્નની શુભેચ્છા પાઠવવા માટે ફિલ્મનું પહેલું ગીત 'અંધય્યા સ્વામી' (હિન્દીમાં 'ઓ મેરે સાજન')ની સ્પેશિયલ ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના આ 1 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોમાં વિજય (રાણાબાલ) અને રશ્મિકા (જયમ્મા)ના લગ્નની સુંદર પળો દર્શાવવામાં આવી છે. વીડિયોમાં જયમ્મા (રશ્મિકા) કળશ લઈને ઘરમાં પ્રવેશતી અને વિજય સાથે રોમેન્ટિક પળો વિતાવતી જોવા મળે છે. આ ગીતનું સંગીત પ્રખ્યાત જોડી અજય-અતુલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે શ્વેતા મોહન અને જાવેદ અલીએ તેને અવાજ આપ્યો છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર અને વીડિયોની એક ઝલક ખૂબ જ ધૂમ મચાવી રહી છે. તમે પણ આ ગીતની એક ઝલક ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો. ફેન્સ આ વીડિયો જોઈને એકદમ મોજમાં આવી ગયા છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો એકદમ છવાઈ ગયો છે. 

વાત કરીએ ફિલ્મની વાર્તા વિશે તો ફિલ્મની સ્ટોરી 1878ના સમયગાળાની છે અને આ ફિલ્મમાં વિજય અને રશ્મિકાનો લૂક ખૂબ જ અટ્રેક્ટિવ રાખવામાં આવ્યો છે. લાંબા વાળ, ઘટાદાર મૂછો, કાનમાં કુંડળ અને પરંપરાગત ધોતીમાં વિજય સાચા અર્થમાં એક રાજા જેવો દેખાઈ રહ્યો છે તો લાલ સાડી અને દુલ્હનના લૂકમાં રશ્મિકા ખૂબ જ કમાલની લાગી રહી છે. શેર કરવામાં આવેલા પોસ્ટરમાં રશ્મિકા થોડી ગભરાયેલી અને વિજય ગંભીર અંદાજમાં જોવા મળે છે.

રાહુલ સાંકૃત્યાયન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ રાયલસીમાના ઈતિહાસ પર આધારિત એક હિસ્ટોરિકલ ડ્રામા છે. આ ફિલ્મમાં હોલીવુડના જાણીતા અભિનેતા અર્નોલ્ડ વોસ્લુ (The Mummy ફેમ) વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11મી સપ્ટેમ્બર, 2026ના રોજ થિયેટરમાં રીલિઝ થઈ રહી છે.