અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટને લઈને સમયાંતરે અનેક એવા મુદ્દાઓ ચર્ચાય છે. માત્ર દાનચોરીના મુદ્દાની વાત નથી પણ ઘણીવાર એવી પણ ચર્ચા થાય છે કે, આખરે આટલા મોટા મંદિરનો હિસાબ કેટલો થતો હશે અને મંદિરમાં ખર્ચો કેટલો થતો ગશે. આ અંગે હવે રામ મંદિર ટ્રસ્ટના જ મહામંત્રી સ્વામી ગોવિંદદેવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ કર્યું છે. આ ગત વર્ષે ટ્રસ્ટની કુલ આવક ₹237 કરોડ અને ખર્ચ ₹91 કરોડ રૂપિયા રહ્યો હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.
હિસાબની વાત
તાજેતરમાં જ ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. નિવૃત એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રાને હવે સીઈઓ તરીકે નિયુક્ત કરી જવાબદારી સોંપવામાં આવી છે. આ માહોલ વચ્ચે હવે ટ્રસ્ટની બેઠક યોજાઈ એમાંથી હિસાબની વિગતો જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2025-26 દરમિયાન ટ્રસ્ટની કુલ આવક ₹237 કરોડ રૂપિયા રહી હતી. 31 માર્ચ 2026 સુધી ટ્રસ્ટ પાસે કુલ ₹1882 કરોડ રૂપિયા હતા. ગત વર્ષે જે આંક સામે આવ્યો હતો એમાં વર્ષ 2024-25માં રામ મંદિર ટ્રસ્ટની કુલ આવક ₹327 કરોડ નોંધાઈ હતી.
श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र के न्यासियों की बैठक आज अयोध्या में सम्पन्न हुई। बैठक में न्यास से जुड़े विभिन्न महत्वपूर्ण विषयों पर विस्तार से चर्चा हुई तथा अनेक महत्वपूर्ण निर्णय लिए गए। बैठक के पश्चात न्यास द्वारा जारी प्रेस विज्ञप्ति
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) September 2, 2026
A meeting of the Trustees of Shri Ram… pic.twitter.com/5JdfgAUNUE
આ અંગે એક નોંધ પણ કરવામાં આવી છે. આ રકમમાં ચેકથી આવતું દાન, કેશ, RTGS અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટ્મથી મળેલી રકમનો પણ સમાવેશ કરી લેવાયો છે. નવા ટ્રસ્ટીમાં 75 વર્ષના મોહન પાંડેનો પણ સમાવેશ કરાયો છે. જેઓ અયોધ્યાના છે અને વકીલ તરીકે રામ મંદિર સાથે લાંબા સમયથી જોડાયેલા છે.
નવા સીઈઓને મોટી જવાબદારી
આ એ જ વ્યક્તિ છે જેણે વર્ષ 1990થી 2019 સુધી રામજન્મભૂમિ મંદિર મામલે અલ્હાબાદ હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડતમાં ભાગ લીધો હતો. આ એક કાયદાકીય લડત હતી. તેઓ અયોધ્યામાં રામકથા યોજના પ્રશિક્ષણ કેન્દ્રના પાલક અને શ્રીહરિ સત્સંગ સમિતિના ઉપાધ્યાક્ષ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2020થી અત્યાર સુધીમાં ટ્રસ્ટને દાન પેટે ₹4575 કરોડ રૂપિયા મળ્યા છે. નાના-મોટા ખર્ચની સરેરાશ કાઢવામાં આવે તો ₹2475 કરોડ નો ખર્ચો થયો છે. જેમાં સિક્યોરિટી સિસ્ટમ અને સિક્યોરિટી વ્યવસ્થાનો ખર્ચ પણ સામેલ છે.
રામ મંદિરમાં આવતા દાનને લઈને ખાસ બેંકના સ્ટાફને ગણતરી માટે અને વ્યવસ્થા માટે રોકવામાં આવ્યો છે. રેવન્યૂ તરીકે દાનને પ્રાથમિકતા આપવામાં આવે છે જ્યારે અલગ અલગ પૂજાને લઈ પણ મંદિરને આવક મળે છે. હવે સીઈઓ તરીકે આવનારા જિતેન્દ્ર મિશ્રા પાસે વહીવટી વ્યવસ્થા, મંદિર પરિસર વ્યવસ્થા, કર્મચારીઓનું મેનેજમેન્ટ, સિક્યોરિટી, ટેક્નિકલ, ભક્તોને મળતી સુવિધાઓ તથા જુદી જુદી સમિતીઓનું સંચાલન કરવાની જવાબદારી છે. આ ઉપરાંત સમયાંતરે બેઠક અને જરૂરી સમીક્ષા કરવાનું કામ પણ સોંપાઈ શકે છે.