Thu Sep 10 2026

Logo

રામમંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું આરોપીઓને કડક સજા મળવી જોઇએ

2026-07-05 19:14:08
Author: Chandrakant Kanoja
રામમંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું આરોપીઓને કડક સજા મળવી જોઇએ

અયોધ્યા: અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટમાં દાન ચોરી કેસની એસઆઇટી દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ રામભક્તોને ભાવનાત્મક અપીલ કરી છે. તેમજ કહ્યું કે આ કેસમાં તમામ આરોપીને કડકમાં કડક સજા આપવી જોઇએ. 

ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી

તેમણે જણાવ્યું હતું કે, રામ લલ્લાના દાનપેટીમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલા દાનની  ચોરી ખૂબ જ દુઃખદ, પીડાદાયક અને શરમજનક છે.  તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાથી તમામ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવી જોઇએ. 

સ્વામી ગોવિંદ દેવ ગિરિ અયોધ્યા પહોંચશે

તેમણે જણાવ્યું કે, સ્વામી ગોવિંદ દેવ ગિરિએ જણાવ્યું હતું કે તેઓ અયોધ્યા પહોંચશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ખજાનચી તરીકે તેમની જવાબદારી મંદિરની આવક અને ખર્ચના હિસાબ રાખવાની છે. તેમજ અત્યાર સુધીનો સમગ્ર રેકોર્ડ ઓડિટ કરવામાં આવે છે અને કોઈપણ સમયે અધિકૃત વ્યક્તિઓ દ્વારા નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે.

અમે સત્યની સાથે ઉભા છીએ

સ્વામી ગોવિંદ દેવ ગિરિએ જણાવ્યું હતું કે અયોધ્યા મંદિરમાં  નાણાકીય ગેરરીતિની આઘાતજનક ઘટનાએ રામ ભક્તોના હૃદયને ધ્રુજાવી દીધા છે. અમે  ભગવાન રામના અનન્ય ભક્ત છીએ અને અમે સત્યની સાથે ઉભા છીએ.પોલીસ અને તપાસ એજન્સીઓને આરોપીને પકડવા વિનંતી કરીએ છીએ. તેમજ અદાલતે કડકમાં કડક સજા આપવી જોઇએ.