મુંબઈઃ જ્યારથી ફિલ્મ 'ધુરંધર' સુપરહિટ થઈ છે ત્યારથી સિનિયર કલાકાર રાકેશ બેદીના સ્ટાર્સ ચમકી રહ્યા છે, જોકે અત્યાર સુધીની એની ફિલ્મી જર્ની પણ દમદાર રહી છે. દરેક નાના પાત્રથી તેઓ અત્યારે મોટા પાત્ર સુધી પહોંચ્યા છે. જમીલ જમાલી તરીકે એક નવો જ અવાતર એમનો જોવા મળ્યો છે. ખાસ કરીને એમની ડાયલોગ ડિલેવરી કરવાની અદાએ લાખો-કરોડો લોકોના દિલ જીતી લીધા હતા.એક્શન ફિલ્મમાં પણ પોતાનો દમદાર રોલ પ્લે કર્યા બાદ હવે તે કોમેડી કરીને હસાવતા અને ડાન્સની દુનિયામાં થિરકતા જોવા મળશે.એ પણ નોરા ફતેરી સાથે તે સ્ટેપ કરવા જઈ રહ્યા છે. વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે 'યા બાબા' મ્યુઝિક વિડિયો સોંગ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે.
યુથમાં લોકપ્રિય થઈ રહ્યું છે ગીત
આ ગીતને એક મ્યુઝિક વિડિયો તરીકે રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતનું સૌથી મોટું અને સરપ્રાઈઝ ફેક્ટર રાકેશ બેદી છે. કોમિક ટાઈમિંગ, કોમેડી અને મસ્ત સ્ક્રિન પ્રેઝન્સથી રાકેશ બેદી બધા કલાકાર કરતા અલગ પડે છે. આ ગીતમાં તે કોઈ ફેસ્ટિવ સીઝનના રંગે રંગાઈ ગયા છે. એની એન્ટ્રીથી વિડિયોમાં અને મ્યુઝિકમાં એક અલગ એનર્જી આવી ગઈ છે. આમ પણ આ ગીત અને રીધમ દરેક ઉંમરના લોકોને પસંદ પડી રહી છે પણ યુથમાં આ ગીત લોકપ્રિય થઈ રહ્યું છે. નોરા સાથે ગ્લેમરસ પર્ફોમન્સથી રાકેશજીનો અલગ અદાજ જોવા મળી રહ્યો છે. યા બાબા ગીતની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, એમાં એક અરેબિક ફીલ આવે છે.
અરેબિક ફીલ આવી રહી છે
અરેબિક ઈન્ફ્લુએંસ તથા હાઈ એનર્જી બીટ મૂકવામાં આવી છે. સંજોયે આ ગીતને કંપોઝ કર્યું છે. ગીતના શબ્દો ખુદ નોરાએ સંજોય અને વાયુએ મળીને લખ્યા છે. પહેલીવાર એવું બન્યું છે કે, રાઈટિંગની દુનિયામાં નોરાએ કંઈક મસ્ત સાહસ કર્યું છે. આ ગીતમાં નોરાનો અલગ અદાજ જોવા મળે છે, માત્ર બોલ્ડ લૂકની વાત નથી પણ ડાન્સ મુવ પણ જોરદાર જોવા મળી રહ્યા છે. આ ગીતમાં નોરાએ પોતાનો અવાજ પણ આપ્યો છે. શિલ્પા રાવે ફરી પોતાની બેસ્ટ અને દામદાર ગાયિકી સાબિત કરી દીધી છે. મ્યુઝિક લવર્સ માટે આ ગીત એક સરપ્રાઈઝ ગિફ્ટ સમાન છે. ડાન્સ ક્વિન નોરા પોતાની જાદુઈ અવાજ લઈને શિલ્પા રાવ સાથે કોમ્બિનેશનમાં આવી છે. યા બાબા રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. પોતાના અલગ અંદાજથી રાકેશજીએ આ વિડિયોમાં એક અલગ રંગ આપી દીધો છે.

આવી રહી છે કોમેડી ફિલ્મ
ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો રાકેશ બેદી આગામી બેથી ત્રણ કોમેડી ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં પણ એનો એક અલગ અવતાર જોવા મળશે. જોકે બીજા ક્યા પ્રોજેક્ટ પર તે કામ કરે છે એ અંગે કોઈ વાત સામે આવી નથી. આમ પણ રાકેશ બેદી મોજીલા માણસ છે અને કોમેડીની દુનિયામાં ખૂબ જ અનુભવી કલાકાર છે. આ ફિલ્મ પણ હિટ જાય એવી ફેન્સ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ગીતને લઈને નોરાના સોશિયલ મીડિયા પર ફેન્સ દિલવાળું ઈમોજી પેસ્ટ કરી રહ્યા છે.