Thu Oct 01 2026

Logo

જામનગરમાં સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત, પોલીસ દોડતી થઈ

2026-02-27 14:05:00
Author: Vimal Prajapati
જામનગરમાં સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત, પોલીસ દોડતી થઈ

જામનગરઃ રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જામનગર-લાખાબાવળ સેક્શન વચ્ચે ટ્રાયલ ચલાવવામાં આવતી હતી. આ દરમિયાન ટ્રેની અડફેટે આવતા એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જાણાવ્યાં પ્રાણે ધરારનગર સાત નાળા વિસ્તારમાં એક યુવક ટ્રેનની અડફેટે આવ્યો હતો. ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળ પર જ તેનું મોત થઈ ગયું હતં. આ સમગ્ર ઘટના મામલે રેલવે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

મૃતદેહને જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો

આ અકસ્માત અંગે પોલીસે વિગતો આપતા જમાવ્યું કે, ખંભાળિયા તાલુકાના મોવાણા ગામનો વતની અને મથયું છે. ધરાનગરમાં સલીમ બાપુના મગદેસા પાસે રહેતો હતો આ યુવક. ટ્રાયલ દરમિયાન ટ્રેનની અડફેટે ચાડ્યો હોવાથી ભારે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 દ્વારા સારવાર શરૂ કરવામાં આવે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું. 

મૃતદેહને જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો

આ સમગ્ર મામલે મૃતકની પત્ની હસીનાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાથી પોલીસે પણ તપાસ શરૂ કરી છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે મૃતકના મૃતદેહને જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. લોકોએ એવી પણ અફવા ફેલાવી હતી કે, એકથી વધારે લોકો ટ્રેનની અડફેટ આવ્યાં આવ્યાં હતા. પરંતુ રેલવે વિભાગ દ્વારા હજી તેની કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. આ કેસમાં રેલવે વિભાગ અને પોલીસ બંનેએ તપાસ શરૂ કરી દીધી છે.