Tue Sep 15 2026

Logo

રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી  હરાવ્યું,  વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં અડધી સદી ફટકારી

2026-03-30 22:51:36
Author: Chandrakant Kanoja
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી  હરાવ્યું,  વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં અડધી સદી ફટકારી

IPL


ગુવાહાટી: IPL 2026 ની ત્રીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ(RR)અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે વૈભવ સુર્યવંશીની અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી  હરાવ્યું હતું. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ 128  રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં અડધી સદી પૂર્ણ કરી

જ્યારે રાજસ્થાન રોયલ્સે  વૈભવ સૂર્યવંશી (52 ) અને યશસ્વી જયસ્વાલ (38 *) ની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી  12.1 ઓવરમાં 128  રનના લક્ષ્યાંકનો પીછો કર્યો અને રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સને આઠ વિકેટ હરાવ્યું હતું. જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં જ પોતાની અડધી સદી પૂર્ણ કરી અને શાનદાર બેટિંગ કરી. બીજી તરફ  યશસ્વી જયસ્વાલ પણ ક્રીઝ પર મજબૂત રીતે ટકી રહ્યો છે.

ચેન્નઈએ રાજસ્થાનને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો

જ્યારે પ્રથમ દાવમાં ચેન્નઈએ 19.4 ઓવરમાં 10  વિકેટ ગુમાવીને 127  રન બનાવ્યા હતા. જેમાં જેમી ઓવરટને 43  રનની સૌથી લાંબી  ઇનિંગ રમી હતી.  જેમાં  રાજસ્થાન તરફથી  આર્ચર, બર્ગર અને જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. તેમજ  બ્રિજેશ, સંદીપ અને બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી. 

રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ખેલાડીઓના નામ 

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા 

ઈમ્પેક્ટ પ્લેયર્સ: ડોનોવન ફરેરા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ સિંહ, સુશાંત મિશ્રા, તુષાર દેશપાંડે.

ચેન્નાઈ સુપર કિંગ્સઃ સંજુ સેમસન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટોન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ 

ઈમ્પેક્ટ પ્લેયર્સઃ સરફરાઝ ખાન, પ્રશાંત વીર, રાહુલ ચાહર, ગુર્જપનીત સિંહ, રામકૃષ્ણ ઘોષ.