ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં આયોજિત 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ હવે એક મોટો રાજકીય સંગ્રામ બની ગયો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી કરવામાં આવી હતી. આ ઘટના બાદ ભાજપ અત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રહ્યું છે. આરોપ એવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ વાસ્તવિક મુદ્દાઓને છોડીને આવી મુદ્દાઓ પર રાજકારણ રમી રહ્યું છે.
'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ શું બન્યું હતું?
વિગતે વાત કરવામાં આવે તો તારીખ 19 સપ્ટેમ્બરે ઇન્દોરમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેન્ડ-અપ કલાકાર પુલકિત મણિ મંચ પર આવ્યા હતા. તેમણે પીએમ મોદીના હાવભાવ, બોલવાની છટા અને વિદેશી નેતાઓ સાથેની વાતચીતની શૈલીની નકલ એટલે કે તેમની મિમિક્રી કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ સ્ટેજ પર તેમની સાથે હાજર રહીને હાસ્ય વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. જેને લઈને આ સમગ્ર વિવાદ શરૂ થયો છે.
LIVE: Chhatron Ki Goonj | Indore, Madhya Pradesh https://t.co/mkLPDcMUUq
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2026
આ કાર્યક્રમને લઈને ભાજપના નેતાઓના આકરા પ્રહારો કર્યાં
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેસવને આ પ્રદર્શનને અત્યંત અશોભનીય ગણાવતા કહ્યું કે, રાજકીય પરિપક્વતાનો અભાવ ધરાવતા રાહુલ ગાંધી આવા નીચા સ્તરના મનોરંજનનું સમર્થન કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે દેશની માતૃશક્તિ અને એક સ્વર્ગસ્થ મતાજીનું આ રીતે મજાક ઉડાવવું અસહ્ય છે. કેશવને આક્ષેપ કર્યો કે, આ નકલ દ્વારા મહિલાઓનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન એક વૃદ્ધ મહિલાની મજાક ઉડાવવામાં આવી હતી.
Congress Party has become a Party of Comedians & Jokers!
— Kiren Rijiju (@KirenRijiju) September 20, 2026
They are out forever.... RIP 🙏 pic.twitter.com/80YaZfqEal
કોંગ્રેસને હાસ્ય કલાકારો અને જોકરોની પાર્ટી ગણાવી
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પણ આ મામલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કોંગ્રેસને હાસ્ય કલાકારો અને જોકરોની પાર્ટી ગણાવી છે. કિરેન રિજિજુએ લખ્યું કે કોંગ્રેસના આ યુગનો હવે અંત આવી ગયો છે. તેમણે નોંધ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીની શૈલી અને હાવભાવની નકલ કરવામાં આવી હતી. પાર્ટીએ આ પ્રસંગે રાહુલ ગાંધીની હાજરી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
असंस्कारी नाराज़ फूफा!
— Piyush Goyal (@PiyushGoyal) September 20, 2026
The irony writes itself. The need to come on stage every now and then just to drag Prime Minister Modi ji’s name into cheap political theatre never fails to amaze me.
Look in the mirror, Mr Rahul Gandhi. https://t.co/GfCx32dB7J
રાહુલ ગાંધીના આ કાર્યક્રમ અંગે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમને "અસભ્ય અને નારાજ ફુફા" કહ્યા. ગોયલે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી મંચ પરથી વારંવાર વડાપ્રધાન મોદીનું નામ લઈને સસ્તી રાજકીય વાતો કરે છે. જેથી કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે રાહુલ ગાંધીને સલાહ આપી કે તેઓ પહેલા અરીસામાં પોતાનું મોઢું જુએ!
બ્રિજભૂષણ શરણ સિંહે રાહુલ ગાંધીને માફી માંગવા માટે કહ્યું
આ દરમિયાન ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જો તેઓ ત્યાં હાજર હોત અને કોઈની માતા વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોત, તો તેમણે કાં તો તેને રોકવાનો પ્રયાસ કર્યો હોત અથવા માફી માંગી હોત. તેમણે નોંધ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે; તેથી, તેમના સંબંધિત મંચ પરથી દેશની માતાઓનું ખાસ કરીને જેઓ હવે આ દુનિયામાં નથી તેમનું અપમાન થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે.