નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં એન્ટિ પેપર લીક બિલ પસાર થયું છે. આ દરમિયાન લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પેલેટ ગન ચલાવડાવાનો આક્ષેપ કર્યો હતો. જેની બાદ ગૃહના હંગામો થયો હતો.જોકે, આ અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહ મંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું છે.
વિદ્યાર્થીઓ પર પેલેટ ગનથી ગોળીબાર કરવામાં આવ્યો
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગનથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે ઘાયલ વિદ્યાર્થીઓના AIIMS મેડિકલ સર્ટિફિકેટ જોયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને સંસદમાં બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને ગૃહમાં વારંવાર વિક્ષેપ પાડવામાં આવ્યો હતો. તેમણે લાઠીચાર્જ અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતા.
મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને ખીલા લગાવેલા ડંડાથી માર મારવામાં આવ્યો હતો. તેમજ મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘણા હુમલાખોરોએ પોલીસનો ગણવેશ પહેર્યો ન હતો.