Mon Oct 05 2026

Logo

ફ્રેન્ડના લગ્નમાં રાધિકા અંબાણીનો પિંક શરારા અને સનગ્લાસ સાથે છત્રી લઈને કર્યો ક્રેઝી ડાન્સ, વાઈરલ થયો વીડિયો...

2026-05-20 17:50:33
Author: Darshana Visaria
ફ્રેન્ડના લગ્નમાં રાધિકા અંબાણીનો પિંક શરારા અને સનગ્લાસ સાથે છત્રી લઈને કર્યો ક્રેઝી ડાન્સ, વાઈરલ થયો વીડિયો...

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારનું મહિલા મંડળ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ફેશનનને કારણે ચર્ચામાં આવતું હોય છે. એમાં પણ ખાસ કરીને પરિવારના નાની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા જ પોતાના આકર્ષક લુક અને ગ્રેસફુલ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ જામનગરમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાંથી રાધિકા અંબાણીનો એક વીડિયો ઈન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેનો એકદમ રોયલ અને કૂલ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ રાધિકાના આ લૂકમાં... 

ગુજરાતના જામનગર સાથે અંબાણી પરિવારનો નાતો ખૂબ જ જૂનો અને ખાસ છે. તાજેતરમાં જ રાધિકા અંબાણી જામનગરમાં પોતાની એક ખાસ ફ્રેન્ડના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચી હતી. આ લગ્નના વરઘોડા (બારાત) દરમિયાન રાધિકાનો એક અનસીન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ફેન્સનું દિલ જીતી રહી છે.

આ રોયલ લગ્ન પ્રસંગ માટે રાધિકા અંબાણીએ એક અદભુત આછા ગુલાબી (Baby Pink) રંગનો શરારા આઉટફિટ પસંદ કર્યો હતો, જેના પર ખૂબ જ સુંદર અને બારીક પરંપરાગત કઢાઈ કરવામાં આવી હતી. આ ટ્રેડિશનલ લુક સાથે રાધિકાએ આંખો પર કાળા રંગના કૂલ સનગ્લાસ (ચશ્મા) પહેર્યા હતા, જે તેના લુકને એક મોડર્ન અને ટ્રેન્ડી ટ્વિસ્ટ આપી રહ્યા હતા. હેવી જ્વેલરી અને સટલ મેકઅપ સાથે તેનો આ અવતાર સોશિયલ મીડિયા પર ફેશન ઇન્સ્પિરેશન બની ગયો છે.

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાધિકા અંબાણી કોઈ પણ પ્રકારના વીઆઈપી પ્રોટોકોલ વિના, એકદમ સામાન્ય યુવતીની જેમ પોતાની ફ્રેન્ડની જાનમાં મન મૂકીને નાચી રહી છે. ઢોલના તાલે મિત્રો સાથે ઝૂમતી રાધિકાનો આ હસમુખો અને ડાઉન-ટુ-અર્થ અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ ગમી રહ્યો છે. લોકો કમેન્ટ સેક્શનમાં તેના જોશ અને એનર્જીના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેટ ગાલા ઈવેન્ટમાં પણ અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણીએ પોતાના ગોલ્ડન લૂક અને 200 કરોડ રૂપિયાના હીરા-ઝવેરાતથી જડેલા બ્લાઉઝ પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. ત્યાર બાદ વેનિસ પરિવારમાં શ્લોકા મહેતા, નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ પોતાના અનોખા લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી.