Fri Apr 17 2026

Logo

ઈરાન સાથે સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે કેમ પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી?

Wasington D.C.   2 hours ago
Author: Mayurkumar Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ ઈરા અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી પ્રથમ શાંતિ મંત્રણામાં કોઈ પરિણામ આવ્યું નહોતું. જે બાદ પાકિસ્તાન ફરીથી બીજી વખત વાતચીત માટે જોર લગાવી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુંમોટું નિવદેન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો ઈરાન સાથે ઈસ્લામાબાદમાં સમજૂતી થશે તો તેઓ પાકિસ્તાન જઈ શકે છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, પાકિસ્તાન તેમને ખૂબ પસંદ કરે છે અને ત્યાંના અધિકારીઓ ઈચ્છે છે કે તેઓ પાકિસ્તાનની મુલાકાત લે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો શાંતિ કરાર પાકિસ્તાનમાં ફાઈનલ થાય, તો તેઓ ઈસ્લામાબાદ જવાની વિચારણા કરી શકે છે.

ટ્રમ્પના આ નિવેદનથી ઈરાન સાથેના શાંતિ કરારમાં ઈસ્લામાબાદની સંભવિત ભૂમિકાનો સંકેત મળે છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેના કરાર માટેની વાતચીતમાં મધ્યસ્થી તરીકે પાકિસ્તાનનું યોગદાન સારું રહ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ઈરાન સાથે ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે. તેમણે કહ્યું, મને લાગે છે કે અત્યારે અમારી વચ્ચે ખૂબ સારી વાતચીત ચાલી રહી છે. જો કરાર થઈ જશે તો તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આનાથી હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત થશે, તેલનો પુરવઠો મળશે અને બધું સારું થશે. મને લાગે છે કે તેલના ભાવ અગાઉ કરતા પણ ઘટી જશે.

ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ વાર્તા માટેના પ્રયાસો તેજ બન્યા છે. આ દરમિયાન, પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ગુરુવારે તેહરાનમાં ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગેર ગાલિબાફ સાથે મુલાકાત કરી હતી. એક અહેવાલ મુજબ, આ મુલાકાત અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત સમજૂતીના પ્રયાસો વચ્ચે થઈ છે.