બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન અને ગ્લેમરસ એક્ટ્રેસ પૂનમ પાંડેનો એક સાવ અલગ જ અંદાજ જોવા મળ્યો છે. હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને વિવાદોને કારણે ચર્ચામાં રહેતી પૂનમ પાંડે તાજેતરમાં કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી હતી. ફેન્સ તેનો આ અવતાર જોઈને ચોંકી ઉઠ્યા છે. વાત જાણે એમ છે કે હાલમાં જ પૂનમ પાંડે વૃંદાવન પહોંચી હતી અને અહીં તેણે બાંકે બિહારીના દરબારમાં માથું ટેકવ્યું હતું. પૂનમ પાંડેની આ વૃંદાવન વિઝિટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી...
વૃંદાવન પહોંચેલી પૂનમ પાંડે હર હંમેશની જેમ કોઈ બોલ્ડ નહીં કે કોઈ મોંઘા આઉટફિટમાં નહીં, પરંતુ અત્યંત સિમ્પલ આઉટફિટમાં જોવા મળી હતી. આ સમયે તેણે માથા પર દુપટ્ટો ઓઢીને સામાન્ય ભક્તની જેમ લાઈનમાં ઊભા રહીને દર્શન કર્યા હતા. મંદિરની અંદર ભક્તિમય વાતાવરણ જોઈને પૂનમ પાંડે પોતાના આંસુ રોકી શકી નહોતી અને બાંકે બિહારીના ચરણોમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. એ ક્ષણના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
https://www.instagram.com/p/DVIfF75COrP/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
બાંકે બિહારીના દર્શન કર્યા બાદ પૂનમ પાંડેએ વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદજી મહારાજના આશ્રમની મુલાકાત પણ લીધી હતી. અહીં તેણે મહારાજજીના સત્સંગમાં ભાગ લીધો હતો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. પ્રેમાનંદ મહારાજ તેમના જ્ઞાનવર્ધક વચનો અને વિચારો માટે જાણીતા છે, અને પૂનમ પાંડેએ ત્યાં ખૂબ જ શાંતિથી તેમનો ઉપદેશ સાંભળ્યો હતો.
પૂનમ પાંડેનો આ સાદગીભર્યો અને ભક્તિમય અવતાર જોઈને તેના ફેન્સ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલાક યુઝર્સ પૂનમના આ બદલાયેવા અંદાજની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને જીવનની નવી શરૂઆત માની રહ્યા છે. વૃંદાવનની ગલીઓમાં પૂનમ પાંડેએ 'રાધે-રાધે' ના જાપ પણ કર્યા હતા. તમે પણ પૂનમ પાંડેના આ ફોટો અને વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...