સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોસ્ટ પોપ્યુલર અને પાવરકપલ તરીકે ઓળખાતા રશ્મિતકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નબંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. વિરોશ રાજસ્થાનના ઉદયપુર ખાતે ખૂબ જ પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર પાવર કપલને શભેચ્છા પાઠવી રહ્યા છે અને હવે આ યાદીમાં એક એવું નામ ઉમેરાયું છે. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી જ દઈએ કે આખરે કોણ છે એ શખ્સિયત. આ શખ્સિયત બીજું કોઈ નહીં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે. પીએમ મોદીજીએ ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી છે...
Prime Minister @narendramodi extends wedding wishes to #VijayDevarakonda and #Rashmika pic.twitter.com/js86Nt8nih
— greatandhra (@greatandhranews) February 25, 2026
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાને તેમના લગ્ન નિમિત્તે આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીજીએ વિજયના માતા-પિતાને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે 26મી ફેબ્રુઆરીના યોજાનારા લગ્નનું નિમંત્રણ મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાને આ લગ્નને વિજય અને રશ્મિકાના જીવનનું એક સુંદર પ્રકરણ ગણાવ્યું છે.
પીએમ મોદીજીએ પાઠવેલા શુભેચ્છા સંદેશમાં તેમણે લખ્યું છે તે તમે બંને ફિલ્મી સ્ક્રિપ્ટ્સથી તો પરિચિત છો, પરંતુ તમારી અસલી જિંદગીની આ વાર્તા મોટા પડદાના જાદુ કરતા પણ વધુ ખાસ હશે, જે સ્વયં ભગવાને લખી છે. તેમણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે આવનારા દિવસો, મહિનાઓ અને વર્ષો આ નવદંપતી માટે ખુશીઓથી ભરપૂર રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદયપુરની ‘મેમેન્ટોઝ બાય ITC હોટલ્સ એકાયા’ ખાતે પ્રી-વેડિંગ ફંક્શન પૂરજોશમાં ચાલી રહ્યા છે. લગ્ન પૂર્વે મહેમાનો માટે પૂલ પાર્ટી અને વોલીબોલ મેચ જેવી મનોરંજક પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. સંગીત સંધ્યામાં આ કપલ પોતાની લવ સ્ટોરીને તસવીરો અને વીડિયો દ્વારા રજૂ કરવામાં આવશે, એવો દાવો રિપોર્ટ્સમાં કરવામાં આવ્યું છે.
તમારી જાણકારી માટે રશ્મિકા અને વિજયે સોશિયલ મીડિયા પર આ લગ્નને ‘ધ વેડિંગ ઓફ વીરોશ’ નામ આપ્યું છે. તેમણે તેમના ચાહકોનો આભાર માનતા કહ્યું કે, જે રીતે ફેન્સે તેમને ‘વીરોશ’ નામ આપીને પ્રેમ આપ્યો છે, તે તેમના માટે ખૂબ જ અનમોલ છે. 26 ફેબ્રુઆરીએ આ જોડી સાત ફેરા લઈને કાયમ માટે એક થઈ જશે.
વિજય અને રશ્મિકા ભલે ખૂબ જ પ્રાઈવેટ અને મિનિમલ વેડિંગ કરવા જઈ રહ્યા છે, પરંતુ ચોથી માર્ચના રોજ કપલ હૈદરાબાદમાં એક મોટું ગ્રાન્ડ રિસેપ્શન યોજશે. આ રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નામી હસ્તીઓ હાજર રહે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.