નવી દિલ્હીઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં ખાડીના દેશોમાં ભારે સંઘર્ષ વધ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે મળીને ઈરાન પર મોટા પ્રમાણમાં હુમલો કરી રહ્યાં છે. તેવામાં ઈરાન દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. ઈરાને જવાબીકાર્યવાહી કરતા ઇઝરાયલ, યુએઈ, બહેરીન, કતર, કુવૈત જેવા દેશોમાં મોટા પ્રમાણમાં હુમલાઓ કર્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ખાડીના દેશોમાં અત્યારે જંગનો માહોલ છે.
બહેરીનના રાજા સાથે પીએમ મોદીએ શું વાત કરી?
આ યુદ્ધના માહોલ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે ટેલિફોન દ્વારા વાત કરી છે. એટલું જ નહીં પરંતુ સાથે સાથે પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે પણ વાત કરી છે. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ હુમલાની નિંદા કરી અને બંને દેશમાં રહેતા ભારતીય સમૂદાયના લોકોની સુરક્ષા પર ચર્ચા કરી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો શરૂ કરવામાં આવ્યો ત્યારથી પીએમ મોદી ખાડીના દેશો સાથે સતત સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
Discussed the evolving situation in West Asia with Crown Prince and PM of Saudi Arabia, HRH Prince Mohammed bin Salman. India condemns the recent attacks on Saudi Arabia in violation of its sovereignty and territorial integrity. We agreed that earliest restoration of regional…
— Narendra Modi (@narendramodi) March 2, 2026
યુએઈના રાષ્ટ્રપતિ સાથે પણ પીએમ મોદીએ ટેલિફોનિક વાત કરી
આ પહેલી પીએમ મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે પણ વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ આ ક્ષેત્રમાં તમામ દુશ્મનાવટનો વહેલામાં વહેલી તકે અંત લાવવાની અપીલ કરી હતી. પીએમ મોદી દરેક સાથે સારા સંબંધો રાખીને તે દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. પીએમ મોદીએ નેતન્યાહૂ સિવાય યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પણ વાત કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ CCS ની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી
મહત્વની વાત એ છે કે, મધ્યપૂર્વની હાલત જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CCS ની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જે બેઠતમાં ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ અંગે ખાસ ચર્ચા થઈ હતી. ગઈકાલે પીએમ મોદીના નિવાસસ્થાન પર આ બેઠક થઈ હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં રક્ષ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણા પ્રધાન નિર્મસા સીતારમણ પણ હાજર રહ્યાં હતાં. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારતનું શું રણનીતિ રહેશે તેના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હશે, તેવું અનુમાન છે.