Tue Aug 25 2026

Logo

Peddi Box Office Collection: રામ ચરણ અને જ્હાન્વી કપૂરની 'પેડ્ડી'નો ધમાકો, ઓપનિંગ ડે પર જ કરી કરોડોની કમાણી...

2026-06-04 17:33:55
Author: Darshana Visaria
Peddi Box Office Collection: રામ ચરણ અને જ્હાન્વી કપૂરની 'પેડ્ડી'નો ધમાકો, ઓપનિંગ ડે પર જ કરી કરોડોની કમાણી...

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ સુપરસ્ટાર રામ ચરણ અને બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ પેડ્ડી (Peddi) આખરે થિયેટર્સમાં રીલિઝ થઈ ચૂકી છે. રિલીઝના પહેલાં જ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને કમાણીના નવા રેકોર્ડ તરફ કદમ વધાર્યા છે. રેસલિંગના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર ફિલ્મે ધૂઆંધાર કમાણી કરી રહી છે. 

બોક્સ ઓફિસ રિપોર્ટ અનુસાર, 'પેડ્ડી'એ ઓપનિંગ ડે પર સાંજે ચાર વાગ્યા સુધીમાં જ ભારતીય બજારમાં 20.69 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કરી લીધો છે. વાત કરીએ થિયેટરોમાં ફિલ્મની ઓક્યુપન્સી વિશે તો તે 42.6 ટકા જેટલી નોંધાઈ છે. જો અલગ-અલગ ભાષાઓના કલેક્શનની વાત કરીએ તો-

હિન્દી વર્ઝન: 1.37 કરોડ રૂપિયા
તમિળ વર્ઝન: 24 લાખ રૂપિયા
કન્નડ વર્ઝન: 12 લાખ રૂપિયા
મલયાલમ વર્ઝન: પાંચ લાખ રૂપિયા
જોકે, આ તો હજી માત્ર સાંજે ચાર વાગ્યા સુધીના આંકડા છે, ફિલ્મનું ફાઇનલ કલેક્શન રાત્રે 10.30 વાગ્યા સુધીમાં સામે આવશે જે આનાથી ઘણું વધારે હોઈ શકે છે.

આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે રામ ચરણ અને બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મમાં બંનેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જ્હાન્વી કપૂરે આ ફિલ્મમાં રામ ચરણની લેડી લવનો રોલ પ્લે કર્યો છે અને તેનો સાઉથ ઈન્ડિયન લૂક અને એક્ટિંગ ઓડિયન્સના દિલ જીતી રહ્યા છે.

કેવી છે ફિલ્મ 'પેડ્ડી'?

દિગ્દર્શક બુચી બાબુ સનાના નિર્દેશનમાં બનેલી 'પેડ્ડી' એક પાવરફુલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં કુસ્તીની રમતની સાથે-સાથે મજબૂત ઈમોશન્સ અને સામાજિક-જાતિગત મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. રામ ચરણ અને જ્હાન્વી ઉપરાંત આ ફિલ્મમાં દિવ્યેન્દુ શર્મા, શિવ રાજકુમાર અને જગપતિ બાબુ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. શાનદાર વાર્તા અને મજબૂત સ્ટારકાસ્ટના કારણે આ ફિલ્મ વીકેન્ડમાં પણ મોટી કમાણી કરે તેવા પૂરેપૂરી શક્યતા છે.