Sun Sep 06 2026

Logo

78,000 રૂપિયાનો અનારકલી સૂટ પહેરીને પરી જેવી લાગી પલક તિવારી, ફોટો જોઈને યુઝર્સે કહ્યું...

2026-02-22 20:22:28
Author: Darshana Visaria
78,000 રૂપિયાનો અનારકલી સૂટ પહેરીને પરી જેવી લાગી પલક તિવારી, ફોટો જોઈને યુઝર્સે કહ્યું...

ટીવી સિરીયલ કસૌટી ઝિંદગી કી ફેમ એક્ટ્રેસ શ્વેતા તિવારી તો પોતાના લૂક્સ અને સુંદરતાને કારણે ફેન્સના દિલો પર રાજ કરે જ છે, પણ હવે એક્ટ્રેસની દીકરી પલક તિવારી પણ મમ્મી શ્વેતા તિવારીની જેમ જ લાઈમલાઈટમાં રહે છે. પલક તિવારી હંમેશા પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર આગ લગાડતી હોય છે, પણ આ વખતે પલકે કંઈક એવું કર્યું છે કે લોકોની નજર તેના પરથી હટતી જ નથી! તાજેતરમાં પલકે તેના ટ્રેડિશનલ લૂકની તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં પલક તિવારીના આ લૂકની ખાસિયત વિશે વાત કરીએ તો પલકે આ વખતે બોલ્ડ લૂક્સને બદલે એક ખૂબ જ સુંદર રોયલ બેજ કલરનો અનારકલી સૂટ પહેર્યો છે. આ શાનદાર આઉટફિટ પર હેવી એમ્બ્રોઈડરી અને સુંદર વર્ક કરવામાં આવ્યું છે. પણ ભાઈસાબ, આ સૂટની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે! 

એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર પલકના આ ટ્રેડિશનલ લૂકની કિંમત અંદાજે ₹78,000 છે. ટૂંકમાં કહીએ તો મધ્યમવર્ગીય પરિવારના મંથલી બજેટનો ખર્ચ તો પલક તિવારીએ પોતાના અનારકલી સૂટ પર કરી દીધો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલક તિવારીએ જેવા સોશિયલ મીડિયા પર પોતાના આ ફોટો શેર કર્યા કે તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા. ફેન્સ આ ફોટો પર લાઈક અને કમેન્ટ કરીને રહ્યા છે. કેટલાક યુઝર્સ તો પલકના ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે કે પલક હવે ધીમે ધીમે તેની મમ્મી શ્વેતા તિવારી જેવી જ 'ગ્રેસફુલ' લાગી રહી છે. ન્યૂડ મેકઅપ, ખુલ્લા વાળ અને કાનમાં હેવી ઝુમકા સાથેનો પલકનો આ લૂક વેલેન્ટાઈન્સ ડે બાદ ફરી એકવાર ફેન્સના દિલ જીતી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પલક તિવોરીનો આ દેશી અવતાર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. તમે પણ પલક તિવારીના આ દેસી અવતાર પરથી તમારા વેડિંગ લૂકની ઈન્સ્પિરેશન લઈ શકો છો. જોકે, એક વાત તો છે કે તમારે આ લૂક પર પ્રેરણા લેતી વખતે તમારા બજેટનું પણ થોડું ધ્યાન તો રાખવું પડશે, ભાઈસાબ....