Tue Sep 08 2026

Logo

હૉકી વર્લ્ડકપ પૂર્વે પાકિસ્તાનનો મોટો નિર્ણયઃ બોબ જોહાન વેલ્ડહૉફને બનાવ્યા મુખ્ય કોચ

Karachi   2026-08-10 19:26:04
Author: Mumbai Samachar Team
હૉકી વર્લ્ડકપ પૂર્વે પાકિસ્તાનનો મોટો નિર્ણયઃ બોબ જોહાન વેલ્ડહૉફને બનાવ્યા મુખ્ય કોચ

કરાચી: પાકિસ્તાનની હૉકી ટીમને એફઆઈએચ વર્લ્ડ કપ પહેલા મોટો ઝટકો લાગ્યો છે કારણ કે મુખ્ય કોચ હરમન ક્રુઇસ નેધરલેન્ડ પાછા ફર્યા બાદ ગોલકીપિંગ કોચ બોબ જોહાન વેલ્ડહૉફને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ક્રુઇસ તેમની વર્તમાન ફરજો નિભાવવા માટે તેમના વતન નેધરલેન્ડ પરત ફર્યા છે.

વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમના રવાના થવાના કલાકો પહેલા પાકિસ્તાન હૉકી ફેડરેશન (પીએચએફ) એ જાહેરાત કરી હતી કે ક્રુઇસ હવે મુખ્ય કોચની જવાબદારી સંભાળવાને બદલે ફેડરેશનના સલાહકાર તરીકે સેવા આપશે, જ્યારે વેલ્ડોફ રાષ્ટ્રીય ટીમનું માર્ગદર્શન કરશે.

પીએચએફએ આ વર્ષે જૂન-જુલાઈમાં યુરોપમાં રમાયેલી  એફઆઈએચ પ્રો લીગ પછી કોચિંગ વ્યવસ્થામાં ફેરફાર કરતા જેમાં ક્રુઇસ, વેલ્ડહૉફ અને ક્રિસ્ટોફર બોવેનની ટીમમાં નિમણૂક કરવામાં આવી હતી. 

આ ત્રણેયને અનુક્રમે મુખ્ય કોચ, ગોલકીપિંગ કોચ અને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એક વિશ્વસનીય સૂત્રના જણાવ્યા અનુસાર, ક્રુઇસે પીએચએફને પહેલાથી જ જાણ કરી દીધી હતી કે તે વર્લ્ડ કપ પછી જ પાકિસ્તાન ટીમ સાથે પૂર્ણ-સમયના કોચની ભૂમિકા નિભાવી શકશે.

સૂત્રએ જણાવ્યું હતું કે, "તેઓ તેમની વર્તમાન ફરજો નિભાવવા માટે નેધરલેન્ડ્સ પરત ફર્યા છે. પીએચએફને આશા હતી કે તેઓ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનાર વર્લ્ડ કપ દરમિયાન ટીમ માટે ઉપલબ્ધ રહેશે." 

જોકે, ક્રુઇસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન ટીમને સમય આપી શકશે નહીં. આ પછી ફેડરેશને ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીને જવાબદારી સોંપવાને બદલે વેલ્ડહૉફને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.