Wed Aug 26 2026

Logo

પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ સ્ટેજ પર લપસ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Islamabad   2026-03-29 20:16:00
Author: Vimal Prajapati
પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ સ્ટેજ પર લપસ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાક ડારનું ઇસ્લામાબાદમાં એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી પડી ગયાં હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન ખૂદ કંગાળ છે તેમ છતાં પણ તે મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં શાંતિદૂત બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ માટે સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ પ્રધાનો ઇસ્લામાબાદ પહોંચ્યા છે. આ દરમિયાન ઇજિપ્તના વિદેશ પ્રધાન સાથે ફોટો માટે સ્ટેજ પર જતા પાક વિદેશ પ્રધાન ઈશાક ડાર લપસી પડ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

ઇજિપ્તના વિદેશ પ્રધાને સત્વરે મદદે દોડી આવ્યાં

આ ઘટના પાકિસ્તાનમાં યોજાયેલા ઉચ્ચ-સ્તરીય સમ્મેલન દરમિયાન બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઈશાક ડાર સ્ટેજ પર આગળ વધતા સ્ટેજ પગ મૂક્યો અને અચાનક લપસી ગયા હતાં. જો કે, આ દરમિયાન ઇજિપ્તના વિદેશ પ્રધાન બદ્ર અહેમદ મોહમ્મદ અબ્દેલટ્ટીએ તેમને પકડીને ઊભા કર્યા અને બંનેએ ફોટો સેશન પૂર્ણ કર્યું હતું. આ વીડિયો અનેક સોશિયમ મીડિયા પ્લેટફોર્મ પર શેર થઈ કર્યો છે. જેનાથી સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટિપ્પણીઓનો પણ શરૂ થઈ ગઈ છે.  

સ્ટેજ પર ચઢતા જ ઈશાક ડારનો પગ લપસ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો,  મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે પાકિસ્તાનમાં ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાન આ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરવા માંગે છે. એટલા માટે જ ઇસ્લામાબાદમાં બેઠકનો દોર શરૂ થયો છે. એક બાજૂ પાકિસ્તાનમાં તેલની ભારે અછત સર્જાઈ છે. દેશના લોકોને ઈંઘણનો ઓછો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈંધણના ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. તેમ છતાં પણ પાકિસ્તાન વિશ્વ કક્ષાએ પોતાની છબી સુવારવા માટે આ યુદ્ધને રોકવાના પ્રયત્નો કરી રહ્યું છે અથવા તો તેનો ઢોંગ કરી રહ્યું છે.