કરાંચીઃ પાકિસ્તાન આતંકવાદીઓનું સેફ સેન્ટર છે. આ વાત દુનિયા આખી જાણે છે. અનેકવાર એવું સાબિત થઈ ગયું છે કે, આતંકવાદને નાના બાળકની જેમ ઉછેરનારો દેશ પાકિસ્તાન અનેકવાર પોતાના વલણ બદલે છે. આ વખતે ચિત્ર 'ઊલટા ચોર કોતવાલ કો ડાંટે' એવું સામે આવ્યું છે, જોકે આ એક ડ્રામેબાજી છે, નાટક છે અને માત્ર દેખાડો છે. મૂળ વાત એમ છે કે, પાકિસ્તાન તરફથી આતંકવાદની સામે કાર્યવાહીના દાવા પર ચર્ચા થઈ રહી છે. ભારતે પણ આ વાતની ગંભીરતાથી નોંધ લઈને પાકિસ્તાનને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના કુખ્યાત આતંકી પર 70 લાખ પાકિસ્તાન રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ હાસ્યાસ્પદ છે. પણ હકીકત છે.
પાકિસ્તાન આવું શા માટે કરે છે?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કુખ્યાત આતંકી મસુદ અઝહર પર ઈનામ જાહેર કરીને છવાઈ જવા માગે છે. આ એક પ્રકારનું છળ છે, ડ્રામા છે. પાકિસ્તાન દુનિયાની નજરમાં ધૂળ ઉડાવવા માગે છે, આ એમાંથી જ એક પ્રયાસ રૂપે છે. જેથી દુનિયાના લોકોને ગેરમાર્ગે દોરી શકાય. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના મસુદ અઝહર પર પાકિસ્તાન દ્વારા ઈનામની રકમ વધારવા અને તેને ભાગેડુ જાહેર કરીને નવી કાર્યવાહી કરવા પરનું કામ ભારતે એક છળ સમાન ગણાવ્યું છે. આ એક પ્રકારનો ડ્રામા છે.
આ પહેલા ભારતીય ખુફિયા એજન્સી તથા સુરક્ષા એજન્સીએ પાકિસ્તાનના આ પગલાંને ઑક્ટોબરમાં યોજનારી FATF (ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) બેઠકમાંથી બચવા માટેનો વ્યર્થ પ્રયત્ન ગણાવ્યો છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા નવા 'રેડ બુક' (Red Book) ના પ્રકાશન બાદ ભારતે ચેતવણી જાહેર કરી છે. આ રેડ બુકમાં પાકિસ્તાનના સૌથી વધુ વોન્ટેડ આતંકવાદીઓની યાદી આપવામાં આવી છે, જેમાં કુખ્યાત આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો પણ સમાવેશ થાય છે.
નોંધપાત્ર બાબત આવી છે
આ યાદીની એક નોંધપાત્ર બાબત એ છે કે, મસૂદ અઝહર પરનું ઈનામ 50 લાખ પાકિસ્તાની રૂપિયાથી વધારીને 70 લાખ પાકિસ્તાની રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, યાદીમાં 26/11ના હુમલામાં સામેલ અનેક આતંકવાદીઓના નામનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનનું આ પગલું આવતા મહિને, એટલે કે ઓક્ટોબરમાં યોજાનારી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકને ધ્યાનમાં રાખીને અપનાવવામાં આવેલી એક સુનિયોજિત રણનીતિ છે.FATF નું કામ આતંકી ફંડિંગને રોકવાનું છે. સંસ્થા એ પણ નોટિસ કરે છે કે, કોઈપણ દેશ પોતાની રીતે બેંક અને આર્થિક સિસ્ટમ દ્વારા આતંકી ફંડિંગને રોકવા માટે કેટલો સક્ષમ છે. પાકિસ્તાન ગ્રે અને બ્લેક એમ બન્ને લીસ્ટમાં આવી ચૂક્યું છે.