Tue Oct 06 2026

Logo

યુદ્ધના ભય વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે મુંબઈ પહોંચ્યું ઓઈલ જહાજ; કેપ્ટનની કઈ યુક્તિ કામ કરી ગઈ

2026-03-12 16:08:27
Author: Mumbai Samachar Team
યુદ્ધના ભય વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે મુંબઈ પહોંચ્યું ઓઈલ જહાજ; કેપ્ટનની કઈ યુક્તિ કામ કરી ગઈ

મુંબઈઃ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ રોકાવવાનું નામ લેતું નથી, પરંતુ ક્રૂડ ઓઈલ સહિત ટેરિફવોરનું સંકટ પણ ઘેરું બન્યું છે. યુદ્ધને કારણે મિડલ ઈસ્ટ જ નહીં, પશ્ચિમ એશિયામાં તણાવ પણ વધ્યો છે, તેમાંય ઓઈલના જહાજોને ટાર્ગેટ કરતા દુનિયાભરની મહાસત્તાઓ માટે સંકટ વધ્યું છે, જેમાં સઉદી અરેબિયાથી ક્રૂડ ઓઈલનું ટેન્કર શેંગલોંગ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચતા પ્રશાસનની સાથે જહાજના ક્રૂએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. 

મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરિણામે ભારત સહિત દુનિયાભરના ઓઈલના પુરવઠામાં અસર થઈ છે. યુદ્ધના સંજોગોમાં એક ઓઈલનું જહાજ સાઉદી અરેબિયાથી મુંબઈના દરિયાઈ કિનારે સુરક્ષિત રીતે પહોંચ્યું છે. કેપ્ટનની સૂઝબૂઝને કારણે સફળતા મળી હોવાનું કહેવાય છે.

ખાડી દેશોમાં યુદ્ધના માહોલમાં સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઈલનું ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને સુરક્ષિત મુંબઈ પહોંચી ગયું એના અંગે કેપ્ટને કહ્યું કે ટેન્કરને ઈરાનથી બચાવવા માટે સિગ્નલ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી. લાઈબેરિયાના ઝંડાવાળા ઓઈલ ટેન્કર શેનલોંગ (Suezmex) 1.35 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ મુંબઈ પહોંચાડવામાં આવ્યું છે. ક્રૂડ ઓઈલના વિશાળ જહાજને અનેક જોખમો વચ્ચે પણ સુરક્ષિત રીતે મુંબઈ લાવવાનું શ્રેય જહાજના કેપ્ટનની સૂઝબૂઝ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર સુરક્ષાના કારણોસર જહાજ ખતરનાક વિસ્તારમાંથી પસાર થતી વખતે હંગામી ધોરણે પોતાની એઆઈએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી હતી. સાઉદી અરેબિયાના મુખ્ય પોર્ટના ટર્મિનલથી જહાજને પહેલી માર્ચના રવાના કરવામાં આવ્યું હતું, જે ભયંકર સંઘર્ષ વચ્ચે પણ અગિયારમી માર્ચના મુંબઈ સુરક્ષિત રીતે પહોંચ્યું હતું.

જહાજની માલિકી શેનલોંગ શિપિંગ લિમિટેડની છે

મુંબઈ પહોંચ્યા પછી જહાજમાંથી ઓઈલને લોડ કરવામાં આવશે. જહાજના ટ્રેકિંગ સંબંધિત આંકડા અનુસાર જલડમરુ પાર કર્યા પહેલા જહાજને ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (એઆઈએસ) બંધ કરવામાં આવી હતી, જ્યારે પાર કર્યા પછી ફરી શરુ કરવામાં આવી હતી. આ જહાજની માલિકી શેનલોંગ શિપિંગ લિમિટેડની છે, જ્યારે તેનું સંચાલન ડાયનાકોમ ટેન્કર્સ મેનેજમેન્ટ લિમિટેડનું છે.