Mon Sep 07 2026

Logo

NEETની પરીક્ષા પહેલા પેપર લીકની ચર્ચા, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી મોટી અને મહત્ત્વની ચોખવટ

2026-06-06 20:27:53
Author: Mumbai Samachar Team
NEETની પરીક્ષા પહેલા પેપર લીકની ચર્ચા, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી મોટી અને મહત્ત્વની ચોખવટ

નવી દિલ્હીઃ મેડિકલ ક્ષેત્રે એડમિશન લેવા માટે જરૂરી એવી પ્રવેશ પરીક્ષા NEETની ફરીથી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા 21 જુનના રોજ યોજાવવાની છે. આ પરીક્ષા  શરૂ થયા એ પહેલા જ કેટલાક સેન્ટરમાં પેપર લીક થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કેસ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સુધી પહોંચતા એજન્સીએ મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. NTA એ આ દાવાનો ખોટો કહીને વાત ફગાવી દીધી છે. NTAએ એ નિવેદન આપતા ચોખવટ કરી છે કે, આ પ્રકારના દાવા ખોટા છે, કેટલાક સેન્ટરમાં વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના દાવાનો હેતું લોકોને બીજા રસ્તે ભટકાવી દેવાનો છે. 

વિદ્યાર્થીઓને ખાસ અપીલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મેસેજિંગ પ્લેટફોર્મ પર નીટની બીજીવાર યોજાનારી પરીક્ષાનું પેપર લીક થયું છે અથવા વેચાઈ રહ્યું છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના દાવા ખોટા છે.વિદ્યાર્થીઓએ આ પ્રકારની વાતમાં ફસાવું નહીં. આ પ્રકારના દાવા જે લોકો કરી રહ્યા છે એ એક ચોક્કસ ગૅંગ સાથે જોડાયેલા છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાનો ફાયદો ઊઠાવે છે. આવા લોકોનો હેતું નકલી પેપર બતાવીને પૈસા પડાવી લેવાનો હોય છે. પરીક્ષાની પ્રક્રિયા વધુ સુરક્ષા સાથે આગળ વધી રહી છે અને પૂરી વિશ્વસનીયતા સાથે લેવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે પરીક્ષા આપી શકે એ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રકારના ખોટા દાવા કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. એમના એકાઉન્ટ સુધી પહોંચવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ થશે. 

એજન્સી ફરિયાદ કરી શકે

જે તે પ્લેટફોર્મ તથા સાયબર ક્રાઈમ સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરીને યુદ્ધના ધોરણે આવું કોઈ કોન્ટેટ હશે દૂર કરાશે. એજન્સી ફરિયાદ કરી શકે છે. આવી છેત્તરપિંડી કરવી, સંબંધીત કોન્ટેટ ફેલાવવું, ફોરવર્ડ કરવું તથા આવી રીતે પૈસા ખંખેરવા એ ગુનો બને છે. દંડનીય અપરાધ સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. એજન્સીના ધ્યાને આવું જ્યારે પણ કોઈ આવશે તો એજન્સી કાર્યવાહી કરશે. 3 મેના રોજ નીટની પરીક્ષા લેવાઈ હતી પણ પેપર લીક થયા બાદ અનેક વિદ્યાર્થીઓના સપના પર પાણી રેડાઈ ગયું હતું. એ પછી એજન્સીએ 21 જુનની તારીખ નક્કી કરી છે.પેપર લીક કાંડની તપાસ CBI કરી રહી છે. અત્યાર સુધીમાં ઘણાય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.