Wed Aug 19 2026

Logo

'રામ'એ 'કૃષ્ણ'ને શું સલાહ આપી? 'એનિમલ' ફિલ્મના વિલનના સીને સૌને ચોંકાવ્યા

2026-07-30 21:38:55
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ નિતેશ તિવારીની નવી ફિલ્મ રામાયણનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર પર ફેન્સની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે, પણ હવે એક સમયે કૃષ્ણનું પાત્ર પ્લે કરીને જાણીતા થયેલા નીતીશ ભારદ્વાજે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર રામાણયને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મની સ્ટારકાસ્ટથી લઈને એનિમેશન સુધીના પાસાઓની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. નીતીશ ભારદ્વાજ એ વ્યક્તિ છે જેણે બી.આર. ચોપડાની મહાભારત સિરિયલમાં બેસ્ટ પાત્ર પ્લે કર્યું હતું. કૃષ્ણના પાત્રમાં આજે પણ એક આખો વર્ગ એને યાદ કરી રહ્યો છે. 

અભિનયની પ્રશંસા કરી

નીતીશ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર પોતાની વાત કરતા કહ્યું હતું કે, આ ફિલ્મ ઓસ્કાર માટેની દાવેદાર છે. બેસ્ટ ફોરેજ લેંગ્વેજ ફિલ્મની કેટેગરીમાં આ ફિલ્મને એક સારો ચાન્સ મળી શકે એમ છે.નિર્માતા નમિત મહ્લોત્રાને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, સત્ય રે અને શેખર કપૂર બાદ હવે નિતેશ તિવારી વર્લ્ડ સિનેમા માટે ભારતમાંથી એક અલગ વ્યક્તિ સાબિત થઈ શકે છે.

ફિલ્મ પ્રોડક્શન, ડીઝાઈન, વીએફએક્સ અને એઆઈ અંતર્ગત જે કામ થયું એ પ્રશંસાને પાત્ર છે. હંસ જિમર જેવા હોલિવૂડના સંગીતકાર સાથે આ ભારતીય પ્રોજેક્ટ સાથે જોડાયેલા દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા અને એના દરેકના કામથી હું ખુશ છું. નીતિશ ભારદ્વાજે પોતાની પોસ્ટમાં રણબીર કપૂરના અભિનયની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આવા શાનદાર અભિનય પછી, તે હવે રણવીર સિંહની બરાબરી પર છે. તેમણે રણબીરને એક મહત્વપૂર્ણ સલાહ પણ આપી હતી. ભારદ્વાજે સૂચન કર્યું હતું કે 'રામાયણ' જેવી પવિત્ર ફિલ્મમાં કામ કર્યા પછી, રણબીરે ભવિષ્યમાં 'એનિમલ' જેવી ફિલ્મો કરવાનું ટાળવું જોઈએ.

ભારદ્વાજે મોટી સલાહ આપી

ભલે તેને આવું કરવાની તક મળે. પોતાની ઓન-સ્ક્રીન છબીને ખરાબ ન કરવા વિનંતી કરતા, ભારદ્વાજે ટિપ્પણી કરી હતી કે, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને મૂલ્યોને જાળવી રાખવી હવે તેમની સામાજિક જવાબદારી બની ગઈ છે.  દેશમાં તેમના અભિનય પ્રતિભાને સંતોષવા માટે વાર્તાઓની કોઈ કમી નથી.દેશના દર્શકો સાઈ પલ્લવીને સીતાના રૂપમાં અવશ્ય સ્વીકાર કરશે.

આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2026ની દિવાળી પર રિલીઝ થઈ રહ્યો છે. જ્યારે બીજો ભાગ વર્ષ 2027માં દિવાળીના જ સમયમાં રિલીઝ થવાનો છે. હાલમાં બન્ને પાર્ટનું કામ ખતમ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. રામાયણનું ટ્રેલર જોઈને કેટલાક ફેન્સને એનિમલ ફિલ્મ પણ યાદી આવી ગઈ હતી. કારણ કે, સૌરભ સચદેવાનું એક રૂપ જોવા મળ્યું હતું. 

બીજી બીગ બજેટની ફિલ્મ 

અનિમલ ફિલ્મમાં એક ખતરનાક વિલનનો રોલ પ્લે કર્યા બાદ વધુ એક બિગ બજેટ ફિલ્મમાં તે કામ કરી રહ્યો છે.ટ્રેલરમાં પણ તેની ઝલક જોઈ શકાય છે. ગણતરીની સેકન્ડ પૂરતો એનો સીન છે પણ આખી ફ્રેમમાં તે છવાય જાય છે.  આ રામાયણ ફિલ્મમાં તેણે મારીચનું પાત્ર પ્લે કર્યું છે, જે રાવણના કહેવા પર સોનાનું હરણ બને છે.

સીતા એ હરણને લાવી આપવાની જીદ કરે છે પ્રભુ રામ એની શોધમાં નીકળે છે. આ એક યુક્તિ હતી. એ પછી સીતાહરણ થયું હતું. રામ અને રાવણ વચ્ચેના યુદ્ધના મૂળીયા અહીંયાથી શરૂ થાય છે. અનિમલ ફિલ્મમાં આબિદ હકનું પાત્ર પ્લે કરી રહેલા સૌરભ સચદેવાનો અહીંયા બેસ્ટ રોલ છે. સોશિયલ મીડિયા પર એના આ નવા રૂપની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.