દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણીનો સ્ટાઈલ અને સ્ટેટમેન્ટ એકદમ લાજવાબ છે. કોઈ પણ ઈવેન્ટ હોય નીતા અંબાણી પોતાની સ્ટાઈલ અને ફેશનસેન્સથી લાઈમલાઈટ લૂંટી લે છે પછી એ સાડી હોય કે જિન્સ. દરેક લૂકમાં નીતા અંબાણી એકદમ લાજવાબ લાગે છે. હાલમાં જ નીતા અંબાણીએ 145મા આઈઓસી સેશનમાં આઈઓસી પ્રેસિડન્ટ કર્સ્ટી કોવેન્ટ્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો સોશિયલ મીડિયા પર વાઈકલ થઈ રહ્યા છે અને નીતા અંબાણીના લૂકની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ નીતા અંબાણીના લૂકમાં...
રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ સેશન આગામી દિવસોમાં મિલાનો કોર્ટિના વિન્ટર ઓલમ્પિક ગેમ્સ 2026 પહેલાં યોજવામાં આવ્યો હતો. આ સેશનમાં નીતા અંબાણી પાવરસૂટ પહેરીને પહોંચ્યા હતા. કહેવાની જરૂર ખરી કે નીતા અંબાણી હર હંમેશની જેમ જ એલિગન્ટ લૂકથી ઈવેન્ટમાં લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
વાત કરીએ નીતા અંબાણીના લૂકની તો આ સમયે નીતા અંબાણીએ એક આલિશાન બ્લેક કોટ પહેર્યો હતો. જેના શાનદાન શેપ અને મુલાયમ ટેક્સ્ચરે તેમના લૂકને રોયલ ટચ આપવાનું કામ કર્યું હતું. આ ખાસ ઈવેન્ટ માટે નીતા અંબાણીએ શેનલની સ્ટાઈલિસ્ટ જેકેટ પહેર્યું હતું. આ જેકેટ સ્પ્રિંગ સમર 2026ના પ્રિ-કલેક્શનમાંથી એક હતું અને એની કિંમત 7,38,800 રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
સુંદર અને સ્ટાઈલિશ જેકેટને નીતા અંબાણીએ હળવા પેટર્નના ટ્રાઉઝર અને હાઈ હીલ બૂટ્સ સાથે શેર સ્ટાઈલ કર્યું હતું. આ સિવાય આ સમયે આઈઓસીના પ્રેસિડન્ટ કર્સ્ટી કોવેન્ટ્રીએ નેવી બ્લ્યુ રંગના ડબલ બ્રેસ્ટેડ ટ્વીડ જેકેટને સ્લિમ ફિટ ટ્રાઉઝર સાથે સ્ટાઈલ કર્યો હતો. આને કારણે તેમનો પૂરો લૂક મોનોક્રોમેટિક ખૂબ જ ક્લાસી લાગી રહ્યો હતો.
ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ફેન્સ નીતા અંબાણી અને કર્સ્ટી કોવેન્ટ્રીના લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા છે. તમે પણ બંનેને આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો...