Wed Jun 10 2026

Logo

મંગળવારે માર્કેટ મંગળમય, નિફ્ટી 23,200ની ઉપર, સેન્સેક્સ 511 અંક વધી 74,035 પર ખુલ્યો

2026-06-09 09:58:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ સપ્તાહના બીજા સેશનમાં એટલે કે મંગળવારે માર્કેટમા મંગળમય માહોલ છે. ક્રૂડ ઓઇલ 94 ડોલર પર સ્થિર જોવા મળ્યું છે. ટ્રમ્પની અપીલ બાદ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ જેવી સ્થિતિ છે. બન્ને દેશો વચ્ચે મિસાઇલ અને ડ્રોન હુમલા બંધ થતા વૈશ્વિક બજારોનો ટેકો ભારતીય બજારોને જોવા મળ્યો છે. જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં એટલે કે લીલા નિશાન સાથે ખુલ્યા છે. સેન્સેક્સ સોમવારે 73,524.26ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે સેન્સેક્સ 511.15 પોઇન્ટના વધારા સાથે 74,035.41ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી સોમવારના સેશનમાં 23,123.00ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારના સેશનમાં નિફ્ટી 136.05 પોઇન્ટના વધારા સાથે 23,259.05ની સપાટીએ ખુલ્યો છે. 

નિફ્ટી ટોપ ગેઇનર્સ

મંગળવારના સેશનમાં નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો ટ્રેન્ટ, icici bank, એક્સિસ બેંક, જિયો ફાઇનાન્સિયલ, ગ્રાસિમ, ટાટા કોમ્યુનિકેશન, જૈન રિસોર્સિઝ, મોતિલાલ ઓસ્વાલ, icici લોમ્બાર્ડમા તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી રહી છે. 

નિફ્ટી ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં ટોપ લૂઝર્સની વાત કરીએ તો એનએલસી ઇન્ડિયા, ટાટા ટેક્નોલોજી, બલરામપુર ચીની, ઝાયડસ વેલનેસ, એક્યુટાસ કેમિકલ, હિટાચી એનર્જી, ઝી એન્ટરટેઇન, ફિઝિક્સવાલા, સીસીએલ પ્રોડક્ટસમાં વેચવાલી જોવા મળી. 

એશિયન બજારોના હાલ

યુએસ બજારોમાં ડાઉજોન્સ અને નાસ્ડેક તેજી સાથે બંધ રહ્યા છે. જેના પગલે એશિયન બજારોમાં પણ તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી છે. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, તાઇવાન ઇન્ડેક્સ, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટમાં લીલા નિશાન સાથે તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી.