તેલઅવીવ : ભારતના વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ સાથે આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પહોંચ્યા છે. જોકે, પીએમ મોદીના ઇઝરાયલ પહોંચતા પૂર્વે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂના એક નિવેદનથી ઇસ્લામિક દેશોના મીડિયામાં ભારે ચર્ચા શરુ થઈ છે.
બેન્જામિન નેતન્યાહૂએ હેક્સાગોન એલાયન્સનો પ્રસ્તાવ મૂક્યો
પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાતે મિડલ ઇસ્ટમાં ખળભળાટ મચાવી દીધો છે. જયારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હેક્સાગોન એલાયન્સનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના લીધે મુસ્લિમ દેશોમાં તેની ચર્ચા જાગી છે. હેક્સાગોન એલાયન્સએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા પ્રસ્તાવિત એક વ્યૂહાત્મક માળખું છે, જેમાં છ દેશોનો સમાવેશ થાય છે. આ જોડાણનો હેતુ પશ્ચિમ એશિયા અને આસપાસના પ્રદેશોમાં આર્થિક, રાજદ્વારી અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવાનો છે.
. קיימתי פגישה מצוינת עם ראש הממשלה נתניהו, ובמהלכה הבעתי את תודתי על קבלת הפנים החמה מוקדם יותר היום. שמחתי לשוב לישראל לאחר תשע שנים. דנו במגוון רחב של נושאים שמטרתם להעמיק ולחזק את היחסים הדו־צדדיים בין מדינותינו. תחומים כגון טכנולוגיה, ניהול משאבי מים, חקלאות, שיתופי פעולה… pic.twitter.com/11Xj5egXWy
— Narendra Modi (@narendramodi) February 25, 2026
કટ્ટરપંથી શિયા ધરી" અને "ઉભરતા કટ્ટરપંથી સુન્ની ધરી" નો સામનો
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, "હેક્સાગોન એલાયન્સ" નો ઉદ્દેશ્ય ઈરાનના નેતૃત્વ હેઠળના "કટ્ટરપંથી શિયા ધરી" અને "ઉભરતા કટ્ટરપંથી સુન્ની ધરી" જેવા વિરોધીઓનો સામૂહિક રીતે સામનો કરવાનો છે. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે આ જોડાણ એવા દેશોનું જૂથ હશે જે પ્રદેશમાં ઉભરતી વાસ્તવિકતાઓ અને પડકારોનો સામનો કરી શકે છે.
હેક્સાગોન જોડાણની રચના અંગે ચર્ચા સંભવિત
બેન્જામિન નેતન્યાહૂ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન હેક્સાગોન જોડાણની રચના અંગે ચર્ચા કરી શકે છે. જોકે, આ જોડાણની ચર્ચા બાદ ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વિશ્લેષકો માને છે કે ભારત આ પ્રસ્તાવ સાથે સાવધાનીપૂર્વક આગળ વધશે.
જોકે, હેક્સાગોન એલાયન્સનું જોડાણ થાય તો પાકિસ્તાન અને ઈરાન સહિતના મુસ્મિલ દેશો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. તેમજ તેના લીધે પીએમ મોદીનો ઇઝરાયલ પ્રવાસ અને તેની સંસદમાં સંબોધન પર સમગ્ર વિશ્વની નજર રહેશે.