ગાંધીનગર: નેપાળના બુધવારે આવેલા વિનાશક પૂરમાં અનેક લોકો હજુ લાપતા છે. જેમાં મળતી માહિતી મુજબ કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ફસાયા છે. જેમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2, રાજકોટ અને વલસાડના 1-1 યાત્રાળુઓ સમાવેશ થાય છે. આ અંગે ગુજરાત સરકારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે તેમજ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલનમાં છે.
આ અંગે રાજ્ય સરકારે નેપાળમાં ફસાયેલા 12 ગુજરાતીનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.
1.કિન્નરી પટેલ- અમદાવાદ
2.મિહીર પટેલ -અમદાવાદ
3. બિમલકુમાર પટેલ - આણંદ
4. જયમિનાબેન પટેલ -આણંદ
5. અશોકભાઈ ધીરજલાલ કાપડી-અમદાવાદ
6. જય દિનેશ કોટેચા -રાજકોટ
7.રોમા દિલીપ ઈંટવાલા-વલસાડ
8.પરેશ નટવરભાઈ પટેલ-સુરત
9.જ્યોતિબેન પરેશભાઈ પટેલ- સુરત
10.મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી- સુરત
11.દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ- અમરેલી
12 .ભાવિનકુમાર રજનીકાંત રાવલ-મહેસાણા
નેપાળના વિનાશક પૂરમાં 288 ભારતીય નાગરિકો ફસાયા
ઉલ્લેખનીય છે કે, નેપાળના વિનાશક પૂરમાં 288 ભારતીય નાગરિકો ફસાયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન ખોરવાતા સંપર્ક મુશ્કેલ બન્યો છે. જોકે, 21 તમિલનાડુના યાત્રાળુઓને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા છે. ભારત સરકાર નેપાળ અને ચીન સરકાર સાથે સતત સંપર્કમાં છે. તેમજ ફસાયેલા ભારતીયોને બચાવવાના પ્રયાસો કરી રહી છે.