અમિતાભ બચ્ચનની દોહિત્રી અને નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ભલે નાના-નાની, મામા-મામી અને ભાઈની જેમ ફિલ્મી દુનિયામાં સક્રિય ના હોય તેમ છતાં તે લાઈમલાઈટમાં રહેતી જ હોય છે. નવ્યા પોતાની સાદગી અને એલિગન્ટ ફેશન સેન્સ માટે જાણીતી છે. તાજેતરમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની-સંદીપ ખોસલાની પાર્ટીમાં નવ્યા એક અદભુત ગોલ્ડન મિની ડ્રેસમાં જોવા મળી હતી. નવ્યાએ પહેરેલા આ ડ્રેસ અને તેની માતા શ્વેતા બચ્ચનનો ખાસ સંબંધ છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. ચાલો જોઈએ શું છે આ કનેક્શન અને નવ્યાના આ ગોલ્ડન ગર્લ લૂક વિશે વિસ્તારથી...
હાલમાં જ ફેશન ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિઝાઈનર અબુ જાની-સંદીપ ખોસલાની ગ્રાન્ડ પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ હાજરી આપી હતી. આ ઈવેન્ટના ઈનસાઈડ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. બચ્ચન પરિવારની લાડકી અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી પણ આ પાર્ટીમાં પહોંચી હતી. નવ્યા આ પાર્ટીમાં ગોલ્ડન ગર્લ બનીને પહોંચી હતી.
નવ્યાએ પહેરેલાં આ ગોલ્ડન આઉટફિટની વાત કરીએ તો આ ડ્રેસની સૌથી ખાસ વાત એ છે કે તે કોઈ નવો આઉટફિટ નથી, પરંતુ તેની માતા શ્વેતા બચ્ચન નંદાનો 11 વર્ષ જૂનો આઈકોનિક ડ્રેસ છે. સસ્ટેનેબલ ફેશન અને વિન્ટેજ લુકને પ્રોત્સાહન આપતાં નવ્યાએ માતાના આ ક્લાસિક ડ્રેસને જે રીતે કૅરી કર્યો છે તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
બચ્ચન પરિવારની લાડકવાયી શ્વેતા બચ્ચને આ ગોલ્ડ સિક્વિન મિની ડ્રેસ અંદાજે 11 વર્ષ પહેલાં એટલે કે 2015માં એક હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં પહેર્યો હતો. હેવી ગોલ્ડન સિક્વિન્સ, બારીક મેટાલિક એમ્બ્રોઈડરી અને શિમરી ટેક્સચર ધરાવતો આ લક્ઝરી ડ્રેસ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ખાસ કસ્ટમ-ડિઝાઈન કરવામાં આવ્યો હતો. પ્રીમિયમ કૂટોર કલેક્શનનો હિસ્સો હોવાથી આ હેન્ડમેડ માસ્ટરપીસ ડ્રેસની કિંમત અને વિન્ટેજ વેલ્યૂ ખૂબ ઊંચી માનવામાં આવે છે.
વાત કરીએ નવ્યાના મેકઅપ અને સ્ટાઈલ કરેલી એસેસરીઝ વિશે તો નવ્યાએ આ હેવી ગોલ્ડન ડ્રેસ સાથે લુકને બેલેન્સ રાખવા માટે ન્યૂટ્રલ મેકઅપ, ઓપન હેરસ્ટાઈલ અને સ્લીક હીલ્સ પસંદ કરી હતી. વધારે પડતી જ્વેલરી પહેર્યા વિના માત્ર આઉટફિટને હાઈલાઈટ કરીને નવ્યાએ સાબિત કર્યું કે ક્લાસિક ફેશન ક્યારેય આઉટડેટેડ થતી નથી. તમે પણ નવ્યાનો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...