મુંબઈઃ મહારાષ્ટ્રમાં અશોક ખરાતનું પ્રકરણ પૂરું થયું નથી, ત્યાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાના અશ્લીલ વીડિયોને કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અજિત પવાર જૂથના રાજ્યના ખાદ્ય અને ઔષધ વહીવટ પ્રધાન નરહરિ ઝીરવાલનો એક વીડિયો વાયરલ થતાં ભારે હંગામો મચી ગયો છે. આ વીડિયો સરકારી નિવાસસ્થાનનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં પ્રધાન નરહરિ ઝીરવાલ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ એક પલંગ પર જોવા મળે છે.
વાયરલ થયેલા કથિત વીડિયોમાં કેટલીક બાબતો રેકોર્ડ કરવામાં આવી છે. આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું આ દરમિયાન પ્રધાન જીરવાલ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિ અને અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ રૂમમાં હતી? હવે તાજેતરમાં એક મોટો ખુલાસો થયો છે અને સામે આવ્યું છે કે આ વીડિયો કોણે રેકોર્ડ કર્યો હતો.
નરહરિ ઝીરવાલને વાયરલ વીડિયો વિશે પહેલેથી જ ખબર હતી. તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. ઝીરવાલે મુંબઈના કુરાર પોલીસ સ્ટેશનમાં ઝીરવાલ સાથે વીડિયોમાં દેખાતા ટ્રાન્સજેન્ડર વ્યક્તિ વિરુદ્ધ ખંડણીનો કેસ દાખલ કર્યો છે.
ટ્રાન્સજેન્ડર પવન યાદવ અને નરહરિ ઝીરવાલના વાયરલ વીડિયો અંગે મીડિયા સાથે વાત કરતા પવન યાદવના ભાઈ રવિ યાદવે ખુલાસો કર્યો કે આ વીડિયો કોણે વાયરલ કર્યો છે.
રવિ યાદવે કહ્યું કે વાયરલ વીડિયોમાં પ્રધાન નરહરિ ઝીરવાલ જોવા મળે છે અને સાથે મારો ભાઈ પવન યાદવ છે. આ વીડિયો મારા ભાઈ પવન યાદવે રેકોર્ડ કર્યો છે. રવિ યાદવે એવો પણ દાવો કર્યો છે કે નરહરિ ઝીરવાલના ટ્રાન્સજેન્ડર પવન યાદવ સાથે અનૈતિક સંબંધો હતા.
રવિ યાદવે કહ્યું કે પવન રાજ્ય સરકારના ટ્રાન્સજેન્ડર બોર્ડમાં મોટું પદ ઇચ્છતો હતો, જેના કારણે તેનો અને ઝીરવાલ વચ્ચે સંબંધ હતો. રવિ યાદવે નરહરિ ઝીરવાલ પર કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
https://youtu.be/5zJQRdOXJq8?si=k2Qyf6f8qFsziiHs
આ કથિત વાયરલ વીડિયો પછી વિપક્ષ પ્રધાન નરહરિ ઝીરવાલના રાજીનામાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ આ વીડિયોને વખોડી નાખ્યો હતો. ખરાતનું પ્રકરણ પૂરું થયું નથી, ત્યારે હવે રાજ્યના પ્રધાનના કાંડને આકરા શબ્દોમાં વખોડી નાખીને રાજીનામાની માગ કરી હતી.